ભાવિન ત્રિવેદી/જૂનાગઢ: ઉનાળામાં હાલ લીંબુંનો ભાવ આસમાને છે, એટલું જ નહીં ત્યારબાદ દરેક શાકભાજીમાં ભાવ ઉંચકાયા છે. પરંતુ ડૂંગળીનું વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે ડુંગળીના બજાર ભાવ તળીયે જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉપજ કરવામાં જેટલો ખર્ચ થયો તેની અડધી કિંમત પણ નથી મળતી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે જુનાગઢ તાલુકાના વધાવી ગામના ખેડૂતે 4 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યુ અને ત્રણ મહીના મહેનત કરી છતા બજાર ભાવ તળીયે બેસી જતા મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે વધાવી ગામના ખેડૂતે 800 હજારનો ખર્ચ કર્યો ત્યારે તેની સામે આજે માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી વેંચવા જાયતો માત્ર 35 થી 40 હજાર આવે તેમ છે.


મહાઆંદોલનના એંધાણ: 72 સરકારી કર્મચારી સંગઠનના 7 લાખથી વધુ કર્મચારીઓ સરકારને ભીંસમાં લેશે!


ડુંગળીમાં થયેલા ખર્ચની અડધી રકમ મળે છે. બીયારણ ખાતર પાણી, મજુરી અને યાર્ડ સુધીનો ખર્ચ પણ માથે પાડ્યો છે. ત્યારે વધાવી ગામના અનેક ખેડૂતોએ 200 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યુ, જેમાં પુરતા ભાવ નહી મળતાં સરકાર પાસે ડુંગળીમાં કઈક ટેકો જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે.


આજે માર્કેટીંગ યાર્ડમા 20 થી 100 રૂપીયા પ્રતી મણ ડુંગળી વેંચાઈ રહી છે, ત્યારે યાર્ડના વેપારીના મતે ખૂબ સારી ડુંગળી હોઇ તો 100 રૂપીયા સુધી વેંચાઈ રહી છે અને રાજ્ય સરકારે પ્રતી કીલોએ 2 રૂપીયાની જાહેરાતના સમચાર આવ્યા હતા ત્યારે યાર્ડના વેપારીઓ પાસે આવો કોઇ પરીપત્ર મળ્યો નથી. 


કોણ કહે છે શહેરમાં પાણીની તંગી છે? માનવામાં ન આવતું હોય તો જોઈ લો અમદાવાદનો આ VIDEO


આજે જે ખેડુત ડુંગળી લઈને આવે છે તેને ડુંગળીની ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ મળે છે. આજે ખેડૂતોને યાર્ડ સુધી પહોંચાડવાનું ભાડું પણ નીકળતું ન હોવાનું જણાવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube