કોણ કહે છે શહેરમાં પાણીની તંગી છે? માનવામાં ન આવતું હોય તો જોઈ લો અમદાવાદનો આ VIDEO
ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોની નજર સામે સતત પીવાના ચોખ્ખા પાણીનો રેલો ઉછળીને 500 મીટર દુર ગટરમાં જઈને પડી રહ્યો છે. આ સ્થિતિ જોઈને શહેરીજનોના દિલ કંપાઈ રહ્યા છે, ફરિયાદ તો કરી પરંતુ નઘરોળ તંત્રના કાન સુધી આ વાત પહોંચી રહી નથી.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: એક તરફ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક જગ્યાએ પાણીની અછત અને પાણીકાપ મૂકાયો છે. ત્યારે અમદાવાદના મેમ્કો રેલવે ઓવરબ્રિજ પાસે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. દર વખતે ઉનાળામાં પાણીની અછત વર્તાય છે. ગરમીએ આ આફતમાં વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદના મેમ્કો રેલવે ઓવરબિજ પાસે પીવાના પાણીની લાઈનમા ભંગાણ સર્જાતા અનેક હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદના મેમ્કો રેલવે ઓવરબિજ પાસે પીવાની પાણીની લાઈનમા ભંગાણ સર્જાયું હતું. પરંતુ તંત્રએ કોઈ તસ્દી લીધી નહોતી અને સમારકામ પણ કરાવ્યું નહોતું. ત્યાં સુધીમાં સવારથી સતત મુખ્ય પાઈપલાઈનમા ભંગાણને લઈને હજારો લીટર શુધ્ધ પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિકોએ Amc તંત્રના પાણી ખાતામાં જાણ કરી હતી, તેમ છતા પાણીના વેડફાટને અટકાવવા કોઈ અધિકારી કે પાણી ખાતાના કર્મચારી સ્થળ પર ફરક્યા પણ નહોતા, છેલ્લે મળતી માહિતી પ્રમાણે છેલ્લા દશ કલાક બાદ પણ તંત્રનો કોઈ અધિકારી આ પ્રોબ્લેમને હલ કરી શક્યો નથી.
અમદાવાદઃ મેમ્કો રેલવે ઓવરબ્રિજ પાસે પીવાની પાઈપ લાઈનમાં ભંગાણ
કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની અછત વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ#ZEE24Kalak #Gujarat pic.twitter.com/aljykJuAN9
— Zee 24 Kalak (@Zee24Kalak) May 8, 2022
આજથી સ્કૂલોમાં ઉનાળું વેકેશન, બાળકોને ફરાવવા પ્રવાસન સ્થળ શોધી રહ્યા છો? તો જાવ ગુજરાતની આ જગ્યાએ...
એકતરફ પીવાનું પાણી અપુરતા પેશરથી આવવાની ફરિયાદો શહેરીજનો કરી રહ્યા છે અને બીજી બાજુ શહેરભરમાં પાણીની અછત હોવાનું જણાવાઈ રહ્યું છે. તેવા સમયમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાગરિકોની નજર સામે સતત પીવાના ચોખ્ખા પાણીનો રેલો ઉછળીને 500 મીટર દુર ગટરમાં જઈને પડી રહ્યો છે. આ સ્થિતિ જોઈને શહેરીજનોના દિલ કંપાઈ રહ્યા છે, ફરિયાદ તો કરી પરંતુ નઘરોળ તંત્રના કાન સુધી આ વાત પહોંચી રહી નથી.
આ સ્થિતિને જોતા મેમ્કો રેલવે ઓવરબિજની આસપાસના વિસ્તારમાં ચોમાસાના વરસાદ બાદ ભરાયેલા પાણીમાં નાગરિકો અને વાહનચાલકોને વાહનો હંકારવાનો અનુભવ થઈ રહ્યો છે. આજે પીવાના પાણીના વેડફાટ સાથે પાણી ભરાઈ જતા કમોસમી સમયમા તંત્રની બેદરકારીનો ભોગ લોકોને બનવું પડ્યું છે. એક બાજુ લોકોની હાલત ઉનાળામાં દયનીય બની છે, સમગ્ર શહેર પૂરતા પ્રેશરથી પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યું છે પરતું પ્રશાસનના પેટનું પાણી પણ હાલતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે