ગુજરાતના ખેડૂતોને જંતુનાશક દવાના નામે આ શું આપ્યું? પહેલા ખાતર અને બિયારણ બાદ હવે રાજ્યના ખેડૂતો જંતુનાશક દવાના નામે પણ છેતરાયા હોવાનું સામે આવ્યું છે. ખેતરમાં પાક પર છાંટવામાં આવતી દવાઓ બોગસ નીકળી રહી હોવાનું ધ્યાનમાં આવતા હડકંપ મચ્યો છે. આ મામલે રાજ્યના કૃષિ વિભાગે અચાનક તપાસ હાથ ધરી અને 107 ઉત્પાદકોને આ મુદ્દે નોટિસ પણ ફટકારવામાં આવી છે. તથા અંદાજિત ચાર કરોડ જેટલો જથ્થો રોકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મુજબ જંતુનાશક દવાના 320 ઉત્પાદક યુનિટમાં આકસ્મિક તપાસ માટે કૃષિ વિભાગ દ્વારા એક સ્પેશિયલ સ્ક્વોર્ડ તૈયાર કરાઈ હતી. જેણે ઉત્પાદક યુનિટોમાં તપાસ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પેશિયલ સ્ક્વોડની આ તપાસમાં રાજ્યના 19 જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનિટમાંથી 91 નમૂના લેવામાં આવ્યા હતા. 107 જેટલા ઉત્પાદકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને 389.17 લાખ રૂપિયાનો દવાનો જથ્થો રોકવામાં આવ્યો છે. આ મામલે રાજ્યના 19 જિલ્લામાં 37 અધિકારીઓને તપાસ સોંપાઈ હતી. જેમણે બે દિવસ ડ્રાઈવ કરીને 320 એકમોમાં તપાસ કરી. જંતુનાશક દવાના કુલ 84 નમૂના તેમજ શંકાસ્પદ દવાના સાત નમૂના મળીને કુલ 91 સેમ્પલ લેવામાં આવ્યા હતા. 


આવી નકલી દવા ખેડૂતાના પાકને નુકસાન કરતી હોવાના કરાણે મોટો જથ્થો રોકવામાં પણ આવ્યો. કૃષિ વિભાગે કુલ 51426 કિલોગ્રામ-લીટર જંતુનાશક દવાનો જથ્થો જપ્ત કર્યો. અત્યાર સુધીમાં કુલ 107 દવા ઉત્પાદક એકમોના સંચાલકોને નોટિસ પાઠવી છે. અત્રે જણાવવાનું કે આ દવાઓ સામાન્ય રીતે ખરીફ પાક માટે તૈયાર કરાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube