Gujarat Farmers ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા દિવસો આવ્યા હોય તેવુ લાગે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરા પછી મગફળીના ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. ગુજરાતમાં જીરુ, મરચા બાદ હવે મગફળી ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ રૂપિયા 1450ને પાર થયો છે. ભાવમાં વધારો થતાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2720એ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ અને ગોડલના યાર્ડમાં મગફળીનો ભાવ 1450એ પહોંચ્યો છે. સીઝન કરતા મગફળીના ભાવમાં 250 રૂપિયા સુધીનો વધારો થયો છે. ખેડૂતોએ મગફળીને વેચ્યા બાદ હવે ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 80 ટકા મગફળીનું વેચાણ કર્યુ છે. ત્યારે આગામી દિવસોમાં મગફળીના ભાવ 1500માં પહોંચે તેવી શક્યતા છે.  


સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરામાં તેજી બાદ હવે મગફળીમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીના ભાવમાં આ આગઝરતી તેજી છે. મોટાભાગના ખેડૂતોએ અત્યાર સુધીમાં મોટા ભાગની મગફળી વેચી દીધી, ત્યારે જ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતો પાસેથી 80 ટકા મગફળી વેચાઈ ગઈ છે. આવામાં મગફળીના ભાવ હજી આવતા દિવસોમાં 1,500 એ પહોંચે તેવી શક્યતા  છે તેવુ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું. 


આ પણ વાંચો : 


ભાઉના માથા પર ફરી મોટી જવાબદારી, ગુજરાતને લોકસભામાં આટલી સીટોનો ટાર્ગેટ અપાયો


ગુજરાતના 5 સાંસદોને દિલ્હી બોલાવી ભાજપે બેસાડી રાખ્યા, 2 વાર મીટિંગ વિના રવાના કર્યા


જીરાના ભાવમાં તેજી 
ત્રણ દિવસ પહેલા રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાનો ભાવ રેકોર્ડ બ્રેક નોંધાયો હતો. યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 36 હજાર 1 રૂપિયા ભાવ બોલાતા સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા. સૌ પ્રથમ વખત જીરૂની ત્રણ ગુણીની આવક થઈ છે. ગોંડલમાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100 થી 6650 રૂપિયા છે. રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 36000 રૂપિયા બોલાયો હતો.


ગોંડલના મરચાનો રેકર્ડબ્રેક ભાવ
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ગોંડલના મરચાના રેકર્ડબ્રેક રૂ.10000 ભાવ બોલાયા હતાં. યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મરચાના સૌથી વધુ ભાવ છે. જ્યારે લાલ મરચાના ખૂબ સારા ભાવ મળતા ખેડૂતો ખુશાલ જોવા મળ્યા છે અને યાર્ડમાં તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના પણ રૂ.6400 ભાવ ઉપજયા હતાં. 


આ પણ વાંચો : ગુજરાતમાં ભડકે બળ્યા CNG ના ભાવ, Adani એ CNG માં વધારો ઝીંક્યો