ભાઉના માથા પર ફરી મોટી જવાબદારી, ગુજરાતને લોકસભામાં આટલી સીટોનો ટાર્ગેટ અપાયો
Gujarat Los Sabha Election : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ માટે આ 2 નેતાઓના નામ પણ રેસમાં છે, ત્યારે શાહનું લક્ષ્ય આ વખતે ભાજપને ૪૦૦થી વધારે બેઠકો જીતાડવાનું છે, ગત લોકસભામાં ભાજપે 26 બેઠકો જીતી હોવાથી પાટીલ પર આ બેઠકો જીતાડવાનું પ્રેશર છે
Trending Photos
Gujarat Los Sabha Election : દેશમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ વચ્ચે ભાજપના નવા પ્રમુખ કોણ હશે તેની ચર્ચા વચ્ચે બે નવાં નામ રમતાં થયાં છે. જગત પ્રકાશ નડ્ડાનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ ૨૦ જાન્યુઆરીએ પૂરો થાય છે. નડ્ડાના સ્થાને ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરમાંથી કોઈ એકને પ્રમુખ બનાવાશે એવી વાતો ચાલી રહી છે. ભાજપનાં કેટલાંક સૂત્રોના મતે, જેપી નડ્ડાનો કાર્યકાળ વધારીને તેમને ફરી પ્રમુખપદની જવાબદારી સોંપાઈ શકે છે. આ વર્ષે ૯ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. ૨૦૨૪માં લોકસભા ચૂંટણી છે તેથી ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના બદલે નડ્ડાને રીપીટ કરી દેશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ દિલ્હીમાં થવાની છે. આ બેઠકમાં ભાજપ આગામી પ્રમુખના નામની જાહેરાત કરશે. ભાજપ કઈ પણ ભોગે મોદીને દિલ્હીની ગાદી પર ફરી બેસાડવા માટે મક્કમ છે. આ જવાબદારી ચૂંટણીના ચાણક્ય અમિત શાહે પોતાના ખભે ઉપાડી છે.
દસ દિવસમાં નામ ફાઈનલ થઈ જશે
એવી પણ ચર્ચા છે કે, ભાજપ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કમાન સોંપવાનું વિચારી રહ્યો છે. આ પહેલાં પ્રધાનને મોદી દ્વારા અનેક મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે તેથી પ્રધાન પર મોદીને ભરોસો વધારે છે. ભાજપના પ્રમુખપદે કોણ આવશે એ દસ દિવસમાં નક્કી થઈ જશે પણ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપના પ્રચારની જવાબદારી અમિત શાહ નિભાવશે એ અત્યારથી નક્કી થઈ ગયું છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં યોજાનારી ૯ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની વ્યૂહરચના શહા ઘડશે.
આ પણ વાંચો :
ગુજરાતમાંથી પણ 26માંથી 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ અપાયો
શાહે આ કામ શરૂ પણ કરીને સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગની વ્યૂહરચના અમલમાં મૂકી દીધો હોવાના અહેવાલ છે. શાહની યોજના મુજબ, દરેક લોકસભા મતવિસ્તાર માટે એક ટ્વિટર એકાઉન્ટ બનાવીને મતવિસ્તારમાંથી ૫૦,૦૦૦ ફોલોઅર્સ કરાશે. ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે, ભાજપની ટીમો કોલેજીયન છોકરીઓ, સ્વસહાય જૂથો, ધાર્મિક નેતાઓનો સંપર્ક કરશે. આ ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી કેન્દ્રની મોટી ૧૨ યોજનાઓના લાભાર્થીઓને પણ જોડવામાં આવશે. આ ઉપરાંત દરેક સંસદીય મતવિસ્તારમાં એક સોશિયલ મીડિયા ટીમ, એક લોકસભા સંયોજક, સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર અને એક ટીમ લીડર તૈનાત કરવામાં આવશે. શાહનું લક્ષ્ય આ વખતે ભાજપને ૪૦૦થી વધારે બેઠકો જીતાડવાનું છે. ગુજરાતમાંથી પણ 26માંથી 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ અપાયો છે. ગત લોકસભામાં ભાજપે 26 બેઠકો જીતી હોવાથી પાટીલ પર આ બેઠકો જીતાડવાનું પ્રેશર છે.
ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ભાજપ ૧૬૦ એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે જ્યાં છેલ્લી ચૂંટણીમાં હાર્યો હતો. ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ બેઠકો પાર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવાનો સૂત્રોનો દાવો છે. ભાજપ હાલની ૩૦૦ પ્લાસ બેઠકો જાળવીને આ ૧૬૦ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો જીતે તો ૪૦૦નું ટાર્ગેટ પાર પાડી શકે છે તેથી અત્યારથી જ આ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ગુજરાત ભાજપે પણ 26 બેઠકો જીતવા માટે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. દરેક મતવિસ્તાર માટે સોશિયલ મીડિયા ટીમ બનાવીને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની મદદથી પ્રચાર કરાશે. લોકસભા ચૂંટણીમાં પણ નવા ચહેરા આવશે. આવતી લોકસભા ચૂંટણીમાં ગુજરાત 26 પૈકી 7થી 8 સાંસદોને કાપી ભાજપ નવા ઉમેદવારોને ઉતારી શકે છે. આ ચહેરાઓમાં કેટલાંક વર્તમાન ધારાસભ્યો પણ હોઇ શકે. જે ધારાસભ્યોએ સારી એવી લીડથી જીત મેળવી છે તેમના નામ પર પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે