• વડોદરામાં કોરોનાના વધતા કહેર વચ્ચે સયાજી હોસ્પિટલમાં વધુ 80 બેડ ઉમેરાયા છે. જે પૈકી 50 બેડ ICU માં મૂકાયા છે. વોર્ડ નંબર 12 માં વધુ 32 બેડ ઉમેરાયા


હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા પહોંચ્યા હતા. તેમણે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે લેવાયેલા પગલાની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો, સાંસદ અને OSD હાજ રહ્યા હતા. આશરે બે કલાક સુધી નાયબ મુખ્યમંત્રીની બેઠક ચાલી હતી. નાયબ મુખ્યમંત્રીએ મીટિંગમાં શહેરની સ્થિતિ અને કોરોનાના કેસ અંગેના રિવ્યૂ લીધા હતા. સાથે જ કેટલીક સૂચનાઓ અધિકારીને આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કોરોનાના વધતા કહેર વચ્ચે સયાજી હોસ્પિટલમાં વધુ 80 બેડ ઉમેરાયા છે. જે પૈકી 50 બેડ ICU માં મૂકાયા છે. વોર્ડ નંબર 12 માં વધુ 32 બેડ ઉમેરાયા છે. જેથી કોરોનાના દર્દીઓને પહોંચી શકાય. હોસ્પિટલમાં વધુ ભરાવો ન થાય તે માટે બેડ વધારવામાં આવ્યા છે. 


ગુજરાતમાં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જેમાં વડોદરામાં સૌથી વધુ બાળકોને કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે. વડોદરામાં બાળકોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. 


આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાથી મોતના આંકડામાં જમીન-આસમાનનો તફાવત, સ્મશાન ગૃહોમાં પણ લાંબું વેઈટિંગ


વડોદરાની એમ એસ  યુનિવર્સિટી પણ કોરોનાના ભરડામાં આવી ચૂકી છે. યુનિવર્સિટીના યુનિટ બિલ્ડીંગમાં મહિલા કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. મહિલા ક્લાર્ક કોરોના સક્રમિત થતા યુનિટ બિલ્ડીંગ બંધ કરાઈ છે. યુનિટ બિલ્ડીંગ ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ વધુને વધુ યુનિવર્સિટીના કર્મચારી કોરોના સંક્રમિત બની રહ્યાં છે. આથી કોરોનાનું વધતું સંક્રમણ યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય બન્યો છે. 


ઉલ્લેખીય છે કે, આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૨૮,૧૧૯ ઈન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે પૈકી અમદાવાદમાં 9223 ઈન્જેક્શન, વડોદરામાં 7746 ઈન્જેક્શન, સુરતમાં 3772 ઈન્જેક્શન, રાજકોટમાં 3504 ઈન્જેક્શન, મહેસાણામાં 144 ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યુ છે. 


આ પણ વાંચો : તમારા ભૂલકાઓને સાચવજો, ગુજરાતમાં બાળકોમાં કોરોનાના કેસ વધ્યાં