Gujarat Budget 2023 : ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. આંકડો સાંભળીને જ તમે કઈ શકો કે, બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનો પાયો છે.. આજે અમે તમને વિગતવાર સમજાવીએ કે આ બજેટમાં ખેડૂત, શિક્ષા, આરોગ્ય અને ઉદ્યોગ સહિતને શું શું મળ્યું..? જુઓ આ ખાસ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મના બજેટનો આ આંકડો છે. 3 લાખ 1 હજાર 22 કરોડના આ અંદાજપત્રને ગુજરાતના અમૃતકાળનું બજેટ ગણવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વખત બજેટનું કદ આટલું બધુ વધ્યું છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધ.. 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે. બજેટ પરથી એટલું કહી શકાય કે રાજ્યની સરકાર ગુજરાતના વિકાસ માટે 5 પાયા પર કામ કરી રહી છે. જેમાં ગરીબ માટે 2 લાખ કરોડ, માનવ સંસાધન માટે 4 લાખ કરોડ, વિશ્વ સ્તરની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડ, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ અને ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરાયો છે. 


બજેટનું કદ કેટલું વધ્યું 
આજના બજેટની ખાસ વાત પર નજર કરીએ તો, બજેટના કદને 1 લાખ કરોડે પહોંચતા 57 વર્ષ લાગ્યા છે. ગુજરાતના પ્રથમ નાણાંકીય વર્ષ 1960-61 નું બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જે 57 વર્ષમાં હાલ 3.01 લાખ કરોડને પાર થયું છે. આ રોકેટ ગતિએ થયેલો વધારો છે. ગુજરાતનું પ્રથમ બજેટ ડો.જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતું, તેઓ તે સમયે મુખ્યમંત્રી પણ હતા, અને નાણાંમંત્રી પણ. તે વર્ષના બજેટમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતા. ગુજરાતના બજેટમાં વિકાસની સાથે અને વર્ષો વીતવાની સાથે આંકડો પણ વધતો ગયો. પરંતું ખાસ વાત એ છે કે, ગુજરાતની સ્થાપ્ના બાદ પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું છે. પહેલા 



રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ભવ્ય જીત બાદ તે જ રીતનું ભવ્ય બજેટ છે. તમામ વર્ગને આવરી લેતું આ બજેટ છે. મૂડી ખર્ચમાં આ વખતે 91% વધારો કર્યો છે. આ તમામ ખર્ચ રાજ્યના વિકાસ પર ખર્ચ થશે. દેવું લેવાના પણ નિયમો હોય છે. કોઈ ત્યાર જ લોન આપે જ્યારે તમે ચૂકવવા સક્ષમ હોવ. સરકારે આ વખતે કોઈ કરવેરા નાખ્યા નથી. નાણાંકીય શિસ્તમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. પ્રજાને જે તે સમયે રાહત આપી હતી તે ચાલુ જ છે, તેમાં કયાંય પ્રજામાં રોષ કે બોજની વાત નથી. વિપક્ષનું કામ આરોપ લગાવવાનું છે. કર્મચારીઓના પ્રશ્નો પણ ઉકેલ્યા હતા. રોજગાર ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ છે. સરકારી નોકરી ફક્ત 1% છે એટલે સરકારે રોજગાર પર વધુ ભાર મૂક્યો છે.


[[{"fid":"428459","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"budget_total_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"budget_total_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"budget_total_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"budget_total_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"budget_total_zee.jpg","title":"budget_total_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


હવે આ બજેટમાં કયા ક્ષેત્રમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે એ પણ સમજીએ.. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને લઈને આ બજેટ પર ભાર મૂકવામાં આવ્યો છે.. સૌથી પહેલાં શિક્ષણની વાત કરીએ તો, 


10 હજાર કરોડના ખર્ચે 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા વર્ગખંડો બનાવાશે..
દોઢ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ અને 20 હજાર કમ્પ્યૂટર લેબ ઊભી કરાશે..
ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઈબ્રેરી બનાવાશે..
છાત્રાલયો-આશ્રમ શાળાઓને 324 કરોડની જોગવાઈ..
10 લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા 562 કરોડની જોગવાઈ..
SC અને વિકસતિ જાતિના 1થી 10માં ભણતા 40 લાખ વિદ્યાર્થીઓને 376 કરોડની જોગવાઈ..
37 લાખ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 334 કરોડ રૂપિયાની જોગવાઈ..
પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને સાઈકલ આપવા 75 કરોડની જોગવાઈ..
દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવાશે..
દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવાશે.. 



હવે વાત આરોગ્યની કરીએ.. આરોગ્યને લઈને પણ બજેટમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે..
PMJAY અંતર્ગત 5 લાખને બદલે 10 લાખની સારવાર મફત થશે..
નેશનલ હેલ્થ મિશન માટે 1745 કરોડની ફાળવણી..
મફત તબીબી સારવાર માટે 1600 કરોડની જોગવાઈ કરાઈ છે..
આરોગ્ય કેન્દ્રોની માળખાકીય સગવડો વધારવા 643 કરોડ રૂપિયાની જોગવાઈ..
શહેરી આરોગ્ય સેવા સુદ્રઢ કરવા 250 કરોડની જોગવાઈ.. 
તબીબી સેવાઓ માટે કુલ 1278 કરોડ રૂપિયાની જોગવાઈ..
નવી 198 એમ્બ્યુલન્સ ખરીદવા 55 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.. 
 



ખેડૂતો માટે કરવામાં આવેલી બજેટમાં જોગવાઈને લઈને વાત કરીએ તો, 
ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવા વ્યાજ સહાય પેટે 1270 કરોડની જોગવાઈ..
કૃષિ યંત્રો ખરીદવામાં સહાય માટે 615 કરોડ રૂપિયાની જોગવાઈ..
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડ રૂપિયાની જોગવાઈ..
ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8278 કરોડની જોગવાઈ..
કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડની જોગવાઈ..
ખેડૂતોને દિવસે વીજળી આપવા 1500 કરોડની જોગવાઈ..
ખેડૂતોને આધુનિક કૃષિ યંત્રો માટે 29 કરોડ રૂપિયાની જોગવાઈ


 


ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મળી છે. આવા સંજોગોમાં ગુજરાતીઓની અપેક્ષા સરકાર તરફ ખૂબ જ વધી ગઈ છે. જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કર્યું છે.