હાથમાં જય શ્રીરામ નામનું બેનર લઈને આ ગુજરાતણે આકાશમાંથી લગાવી છલાંગ
Gujarat`s First Civilian Woman Sky Diver Shweta Parmar : ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવરે થાઇલેન્ડના ગગનમાં રામ નામ લેહરાવ્યું, તેણે અત્યાર સુધી કુલ 297 વાર આકાશી કૂદકા માર્યા
Vadodara News : રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે હવે ગણતરીના કલાકો બાકી છે. ચાર દિવસ બાદ 22 જાન્યુઆરીએ અયોધ્યા પર સમગ્ર વિશ્વની નજર હશે. રામ લલાનું અયોધ્યામાં બિરાજમાન થવું એ ઐતિહાસિક ઘટના છે. તેથી ત્યારે સૌ કોઈ પોતાનું યોગદાન આપીને આ ઉત્સવમાં સહભાગી થઈ રહ્યાં છે. આવામાં ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવરે કંઈક એવુ કર્યું કે આખી દુનિયા જોતી રહી ગઈ. ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડના આકાશમાં જય શ્રીરામ નામનો ઝંડો લહેરાવ્યો. શ્વેતા પરમારની સિદ્ધી આજે આખો દેશ વખાણી રહ્યો છે.
ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી કુદકો મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું છે. આકાશમાં રામ નામનો ધ્વજ લહેરાવવા માટે શ્વેતા પરમારે એક મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એક મહિનાની મહેનત બાદ તેણે સફળતાપૂર્વક આ બેનર લહેરાવ્યું છે. થાઈલેન્ડમાં આ માટે ખાસ ટ્રેનિંગ લેવામાં આવી હતી.
ફેબ્રુઆરી માટે IRCTC લાવ્યું ગુજરાત ફરવાનું નવુ પેકેજ, સાવ સસ્તામાં માણો આ સ્થળો
શ્વેતા પરમાર પોતાના આ સાહસ માટે કહે છે કે, જ્યારે મેં વિમાનમાંથી કુદકો માર્યો ત્યારે બેનરને ૧૩૦૦૦ ફૂટની ઉંચાઈએ લહેરાવ્યુ હતુ. મારા દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને દર્શાવવાનો મને સ્કાય ડાઈવિંગ થકી મોકો મળ્યો હતો.
રામાયણનું સાક્ષી બનેલુ ગુજરાતનું આ ગામ હરખ ઘેલું થયું, 35 વર્ષ પહેલાનો કાળ યાદ આવ્યો