GUJARAT: ખેડૂતો માટે કોરોના બાદ હવે કમોસમી વરસાદનાં માઠા સમાચાર, જાણો ક્યાં આવશે?
રાજ્યનાં તાપમાનમાં હાલ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાની કાળઝાળ ગરમી અને ઉપરથી કોરોના લોકો શેકાઇ રહ્યા છે. જો કે ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જતી હોય છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર આવશે. જેના કારણે ઉનાળામાં બેવડી ઋતુ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે. તેવામાં કોરોના કાળમાં આ બેવડી ઋતુ નાગરિકોની તકલીફમાં વધારો કરી શકે છે.
અમદાવાદ : રાજ્યનાં તાપમાનમાં હાલ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાની કાળઝાળ ગરમી અને ઉપરથી કોરોના લોકો શેકાઇ રહ્યા છે. જો કે ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જતી હોય છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર આવશે. જેના કારણે ઉનાળામાં બેવડી ઋતુ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે. તેવામાં કોરોના કાળમાં આ બેવડી ઋતુ નાગરિકોની તકલીફમાં વધારો કરી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ સતત લો પ્રેશન બનવાની ગતિવિધિ પર નજર રાખી રહી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઇ શકે છે. જો કે વાવાઝોડુ બન્યા બાદ તે કઇ દિશામાં ફંટાય તે મહત્વનું રહેશે.
હાલ તો દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઇ રહી છે તેના પર સતત નજર છે. જો કે આ વરસાદ ખેડૂતો માટે માઠા સમાચાર છે. 13 મેના દિવસે થન્ડર સ્ટોર્મ એક્ટિવ થશે. જેના પગલે ગુજરાતનાં કેટલાક વિસ્તારોનાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 13 મેના દિવસે દાહોદ, ભાવનગર, અમરેલી, ડાંગ, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube