Nitin Patel Threaten BJP Worker : લોકસભાની ચૂંટણી બાદથી ગુજરાત ભાજપમાં જે તિરાડો પડી છે, તેમાંથી હવે દબાયેલા સૂર બહાર આવી રહ્યાં છે. શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં હવે આંતરિક વિવાદોનો પાર નથી રહ્યો. ત્યારે હવે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનો ધમકીભર્યો ઓડિયો સામે આવ્યો છે. નીતિન પટેલ ભાજપના એક કાર્યકર્તાને ધમકી આપી રહ્યાં છે. જેનું રેકોર્ડિંગ વાયરલ થયું છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 
 
ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકર્તાને આકરા શબ્દોમાં ધમકી આપી હોવાનો ઓડિયો વાયરલ થયો છે. ફોનમાં નીતિન પટેલ કાર્યકર્તા પર ઉશ્કેરાયા હતા અને તેને માપમાં રહેવા માટે ધમકી આપી હતી. નીતિન પટેલે કડીના મણીપુર ગામના કાર્યકરને ધમકી આપી હોવાનું ચર્ચાય છે. કડી નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકર્તા રાકેશ પટેલના વાર્ડમાં કોઈ પારસ કણિકને ટિકિટ આફવામાં આવી હતી, જેનો અહીંના લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો. તે વખતે નીતિન પટેલને રજૂઆત પણ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે તે વખતે નીતિન પટેલને રજૂઆત પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પારસ કણિકની તે વખતે જીત થઈ હતી અને તેઓ અત્યારે કડી નગરપાલિકમાં કોર્પોરેટર પણ છે. આ બાબતે નીતિન પટેલે રાકેશ પટેલ નામના કાર્યકર્તાને ધમકાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની ચૂંટણી બની લોહિયાળ : ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો, સીધી કાન પાસે વાગી ગોળી


નીતિન પટેલે આકરા શબ્દનો પ્રયોગ કર્યો
વાયરલ ઓડિયોમાં નીતિન પટેલે કાર્યકર્તા સામે આકરા શબ્દોના બાણ ચલાવ્યા હતા. વાયરલ ઓડિયોમાં નીતિન પટેલ ઉશ્કેરાયેલા સ્પષ્ટ દેખાય છે. નીતિન પટેલે કાર્યકર્તાને કહ્યું હતું કે, તું વધારે પડતું બોલે છે એવું મને લાગે છે. તુ તારી મર્યાદામાં રહે તો સારૂ છે, શિખામણ આપવાની જરૂર નથી, એ સમજી લેજે. મણીપુરનો છોકરો સમજીને બોલતા નથી એટલે, મેં બધું સોપી દીધું છે?. તેમણે વધુમાં કહ્યું હતું કે, તારા બાપ દાદા કે તારૂ મેં કંઈ બગાડ્યું છે? તારો નંબર અને નામ રેકોર્ડ ઉપર આવ્યું છે. મણીપુરનો છોકરો સમજીને બોલતા નથી એટલે, મેં બધું સોપી દીધું છે? તૂં તારી મર્યાદામાં રહે તો સારૂં છે શિખામણ આપવાની જરૂર નથી.


વાયરલ ઓડિયો ક્લિપમાં નીતિન પટેલ અને રાકેશ પટેલ વચ્ચે શું વાતચીત થઈ


નીતિન પટેલ - રાકેશ, નીતિનભાઈ બોલુ છું
રાકેશ - બોલો સાહેબ


નીતિન પટેલ - તારા બાપદાદાનું મે કંઈ બગાડ્યુ છે અલ્યા
રાકેશ- હઅઅઅઅઅ


નીતિન પટેલ - તારા બાપદાદાનું કે તારૂ મે કંઈ બગાડ્યુ છે
રાકેશ- મું ક્યા કશુ કર્યુ કે કોઈને બોલુ છું


બસ 2 સેન્ટીમીટરનું અંતર, નહિ તો ગયો હોત ટ્રમ્પનો જીવ, કાનની આરપાર નીકળી ગોળી, હુમલાની રુંવાડા ઉભા કરી દેતી તસવીરો


નીતિન પટેલ - આ રેકર્ડ ઉપર આવે છે બધુ. મારી પાસે એલઆઈબીનો રિપોર્ટ આવ્યો તારા નામનો
રાકેશ - કેવો રેકોર્ડ આવ્યો


નીતિન પટેલ - તારો નંબર.. તું આવે તો બતાવુ, હું તને ઓછો કહેવા આવું, તું આવુ કરે છે શું કામ એ કે ને તું પહેલા
રાકેશ- હઅઅઅઅ


નીતિન પટેલ - તું આવુ કરે છે શું કામ
રાકેશ- કડીમાં સાહેબ બધા ખોટું કરે તો શું કરીએ અમે


નીતિન પટેલ - તું શું કરવા કરે છે તારી વાત કર ને ભઈ
રાકેશ- તમારૂ ક્યાં ખોટુ કર્યુ છે અમે કોઈ


નીતિન પટેલ - તો પછી તું કડીનો ધણી છે, આ તો બોલતા નથી એટલે, મણીપુરનો છોકરો સમજીને બોલતા નથી, તને બધુ સોંપી દીધુ છે મેં
રાકેશ- તો કડીમાં ક્યાં સાહેબ કોઈ ધણી છે


નીતિન પટેલ - મારૂ શું કરવા કરે છે આટલી વાત છે. ટેપ ચાલુ કર, રેકોર્ડ કરી લે તું, તે રેકોર્ડ ચાલુ કર્યુ, રેકોર્ડ કરી લે
રાકેશ- તો તમે સાહેબ મરાઠાને ટિકિટ આપી બરાબર. મણીપુરમાં ભાગલા પડાવ્યા જોડે રહીને


ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ એલર્ટ


નીતિન પટેલ - તારે અત્યારે શું લેવા દેવા
રાકેશ- એ નહીં એ ટાઈમે કીધુ તુ તમને. મણીપુરના પટેલના છોકરાઓએ આવીને તમને રજૂઆત કરી હતી


નીતિન પટેલ - તું જો ભઈ તારી મર્યાદામાં રહે તો સારૂ છે હો
રાકેશ- સાહેબ મર્યાદામાં છીએ, અમે મર્યાદામાં જ છીએ સાહેબ


નીતિન પટેલ - શિખામણ આપવાની જરૂર નથી, સમજી લે તું
રાકેશ- શિખામણ નથી આપતો તમને સાહેબ


નીતિન પટેલ - તું વધારે પડતો ઓવરવાઈઝ ના થઈશ. માપમાં રે, બધાએ માપમાં રહેવું જોઈએ
રાકેશ- માપમાં જ રહેવું જોઈએ ને એ ચોં માપમાં રહ્યો છે પારીયો


નીતિન પટેલ - એને ઉંધો પાડવો હોય તો કરને પણ મને શું કામ કરે છે
રાકેશ-એ ને તો બધુ કર્યુ, નડે છે કોણ, તમે જ નડો છો વચ્ચે


અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર


નીતિન પટેલ - તું વધારે પડતું બોલે છે મને લાગે છે
રાકેશ- વધારે પડતું હું નથી બોલતો સાહેબ


નીતિન પટેલ - તું વધારે પડતુ જ બોલે છે ભાઈ
રાકેશ- એ નહી તમે એમ કહો કે તું કડીનો પેલો થઈ ગયો છે


નીતિન પટેલ - રાકેશ તું લઠ્ઠા કુટુંબનો છે
રાકેશ- હા


નીતિન પટેલ - તું લઠ્ઠા કુટુંબનો છે ને
રાકેશ- લઠ્ઠા કુટુંબનો છું


નીતિન પટેલ - 30-35 વર્ષ પહેલાનો લઠ્ઠા કુટુંબનો ઈતિહાસ કહું તને
રાકેશ-હા બોલો


નીતિન પટેલ - ગામમાં નહી રહી શકે તું
રાકેશ- બોલો બોલો નહી રહી શકીએ તો શું બોલો. બોલો ને સાહેબ


નીતિન પટેલ - તું રૂબરૂ આવજે. આ બધુ બંધ કર ભઈ, તું રૂબરૂ આવજે. માપમાં રે ભઈ સૌ સોનું કામ કરો
રાકેશ- અમે તો સૌ સૌનું કામ કરીએ છીએ સાહેબ


નીતિન પટેલ - વાયરે ચડે છે હે.


દિયર અનંતના ભાભીનો વટ ઝાંખો પડ્યો! શ્લોકા અંબાણીએ કેમ પહેર્યો પોતાના લગ્નનો જૂનો લહેંગો