indian railway : પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે નવ જેટલી વંદે ભારત ટ્રેનોને વીડિયો કોન્ફરન્સથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી છે. આ 9 માંથી ગુજરાતની પણ એક વંદે ભારત ટ્રેનની શરૂઆતની શરૂઆત કરાવાઈ છે. ગુજરાતની આ ત્રીજી વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન દ્વારા ફ્લેગ ઓફ કરતા વંદે ભારત ટ્રેન બપોરે જામનગરથી અમદાવાદ આવા રવાના થઈ છે. તો કાલુપુર રેલવે સ્ટેશન પર ભાજપના નેતાઓ દ્વારા મુસાફરોનું સ્વાગત કરવામાં આવશે. સોમવારથી જામનગર-અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેન રેગ્યુલર દોડશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી 9 વંદેભારત ટ્રેન આ રાજ્યોમાં દોડશે
આજે પીએમ મોદીએ દેશને નવી 9 વંદે ભારત એક્સપ્રેસની ભેટ આપી છે. જેમાં ગુજરાતને પણ વધુ એક વંદે ભારત એક્સપ્રેસ મળશે. ગુજરાતને આજે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ મળી છે. જામનગર અમદાવાદના રૂટ પર હવે નવી વંદે ભારત એક્સપ્રેસ દોડશે. આ ટ્રેન સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશન પર સ્ટોપ લેશે. ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. દેશની અન્ય વંદેભારત એકસપ્રેસની વાત કરીએ તો ઉદયપુર-જયપુર, પટના- હાવડા, રાંચી- હાવડા, રાઉરકેલા- ભુવનેશ્વર- પુરી, હૈદરાબાદ- બેંગલુરુ, વિજયવાડા - ચેન્નઈ સહિતના રૂટ પર કુલ 9 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. 


ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, આ તારીખથી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી


ઓક્ટોબરની આ તારીખ આસપાસ વિદાય લેશે ચોમાસું, તેના બાદ અરબ સમુદ્રમાં થશે મોટી હલચલ


મુસાફરોએ ટ્રેનનો આનંદ માણ્યો 
તો આજે જામનગર-અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી. ત્યારે નવી શરૂ થયેલી વંદે ભારત ટ્રેનનો મુસાફરોએ આનંદ માણ્યો. લોકોએ વિમાનમાં મુસાફરી કરી હોય તેવો અહેસાસ કર્યો. મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી આનંદ વ્યક્ત કર્યો. 


બે મજબૂત સિસ્ટમથી વાતાવરણ એવુ સર્જાયું કે નવરાત્રિ પહેલા ગુજરાતમાં વરસાદ વારો પાડશે