3 કિલોના બોક્સનો ભાવ રૂ.1600 થી 1800, ગુજરાતના કેરીના ખેડૂતો માલામાલ થશે
Kesar Mango : ગુજરાતની કેસર કેરી હવે અમેરિકા, કેનેડા પહોંચી છે... વિદેશ મોકલતા પહેલા ખેડૂતોને કરવી પડે છે એક ખાસ પ્રોસેસ
Junagadh News : દેશમાંથી સૌથી વધુ નિકાસ થતી કેરીમાં સૌ પ્રથમ કેસર અને ત્યારબાદ અલ્ફાંસો બીજા સ્થાન પર આવે છે. ગુજરાતમાં કેરીની મૌસમ ચાલું થઈ છે. કેસર કેરી માટે ગુજરાતનો ગીર પંથક ફેમસ છે. કેસર ખાવી હોય તો તાલાલાએ બેસ્ટ ડેસ્ટિનેશન છે. તાલાલા પંથકમાં કેરીની સિઝન પુજોશમાં ચાલી રહી છે અને બજારમાં પણ સારી એવી આવક જોવા મળી રહી છે. જો કે હવે તાલાલાની કેરી કેનેડાની બજારમાં પણ જોવા મળશે. હાલમાં કેરીના સારા ભાવ વચ્ચે એક ખેડૂતને એટલા ભાવ મળી રહ્યાં છે કે તમે પણ સાંભળીને ચોકી જશો.
તાલાલા પંથકના જશાપુર ગામે રહેતાં ખેડૂત ચેતન મેદપરા પ્રાકૃતિક ખેતીની સાથે એમએસસીનો અભ્યાસ પણ કરે છે અને કેનેડાના લોકો પણ તાલાલાની કેરી ખાઈ શકે તે માટે એક્સપોર્ટ કરવાનો નિર્ણય લીધો અને 400 બોક્સ તૈયાર કરી પેક વાહનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા કર્યા અને ત્યાંથી વિમાન મારફત કેનેડા મોકલ્યા છે. આમ તાલાલાથી 3600 કીમી દૂર પણ કેસર કેરી પહોંચી છે. આ કેરી કેનેડામાં 3 કિલોના બોક્સમાં પેક થઈને વેચાણ માટે જશે. અહીં એક પ્રતિ બોક્સનો ભાવ 1600થી 1800 રૂપિયા છે. ખેડૂતે 400 બોક્સ કેનેડા મોકલ્યા છે. વિદેશ મોકલતાં પહેલાં ખેડૂતોએ જરૂરી પ્રક્રિયા કરવી પડે છે.
શું વાત કરો છો!! ગુજરાતમાં અહી 50 લાખનું ઘર મળે છે ફક્ત 5 લાખમાં
અમેરિકામાં જ 65 મેટ્રીક ટન કેરીની નિકાસ આ સીઝનમાં થશે અને તેમાં 55% ગુજરાતનો ફાળો છે. ગુજરાતમાં કેરી પકાવવા માટે હવે આધુનિક પદ્ધતિ રેડીએશન પ્રોસેસીંગને માન્યતા આપી છે અને ગુજરાત એગ્રોએ તે જુલાઈ 2022માં આ સુવિધા સર્જી લીધી હતી જેને અમેરિકાના એગ્રીકલ્ચર એનીમલ પ્લાંટ હેલ્થ ઈન્સ્પેકશનની પણ માન્યતા મળી છે જેના કારણે અમેરિકામાં પણ નિકાસના દ્વાર ખુલી ગયા છે. આ ઉપરાંત અમદાવાદ નજીક એક નવી કાર્ગો સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના કારણે નિકાસ પ્રક્રિયા સરળ બની છે. અત્યાર સુધી આપણે મહારાષ્ટ્રના કાર્ગો મારફત આ નિકાસ કરવી પડતી હતી જે હવે ઘરઆંગણે સુવિધા મળી છે.
ગુજરાત બાગાયતી પાકોમાં અગ્રેસર છે. ખેડૂતોને સૌથી સારી આવક બાગાયતી પાકો આપે છે. ખેડૂતો માટે સારી બાબત એ છે કે હવે સ્થાનિકમાં પણ રેડિએસનની પ્રક્રિયા થઈ રહી છે. ખેડૂતે માર્કેટિંગ યાર્ડના જ પેકહાઉસમાં જ જરૂરી પ્રક્રિયા કરીને એક્સપોર્ટ માટે અમદાવાદ મોકલી આપ્યા હતા. દર વર્ષે લાખો રૂપિયાની કેરી નિકાસ થાય છે. બગાયત વિભાગના પ્લેટફોર્મ અને નિકાસ માટે કાર્ય કરતા યુનિટો તથા નીકાસ માટે રજિસ્ટ્રેશન કરતી અપેડાના પ્રયાસો દ્વારા ગત વર્ષે ગુજરાતમાંથી કેસર કેરીની નિકાસ માટે 400 જેટલા રજિસ્ટ્રેશન થયા છે અને 449 મેટ્રિક ટન કેસર કેરીની ગુજરાતમાંથી નિકાસ થઈ છે.
આપણા નરેન્દ્રભાઈએ ઘર આપ્યું : ગરીબોને પીએમ મોદીએ આપી નવા ઘરની ચાવી આપી
કેરીની નિકાસ કોઈ ખેડૂતો ડાયરેક્ટ કરી શકતું નથી. આ માટે અપેડા નામની એક સંસ્થા છે. તેમાં કેરી સહિતની કોઈ પણ ખેત ઉત્પાદનની નિકાસ કરવા માટે પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે, અને આ માટે બાગાયત વિભાગ નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે સાથે આવી નિકાસ કરવા માટે જૂનાગઢ જિલ્લામાં બે યુનિટ કાર્યરત છે. ભાભા એટોમિક સેન્ટરની ગાઈડલાઈન મુજબ બાવળાના સેન્ટરમાં ગામા ટ્રીટમેન્ટ દ્વારા કેરીને પારખવામાં આવે છે અને માત્ર ઉચ્ચ ગુણવત્તાની કેરીની જ નિકાસ થઈ શકે છે, જેનો સીધો ફાયદો હવે ગુજરાતના ખેડૂતોને થશે, કારણ કે ખેડૂતો પાસેથી નિકાસકારો વધુ માત્રામાં કેરી ખરીદશે."ગુજરાતમાં બાવળા પાસે રેડિએશન સેન્ટરને પગલે ગુજરાતના ખેડૂતોને સીધો ફાયદો હવે મળી રહ્યો છે.
ભયાનક વાવાઝોડાની ગુજરાત પર અસર શરૂ, ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે ગુજરાતના આ 12 શહેરો
ગુજરાતી ખેડૂતો માટે સારી બાબત એ છે કે, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લી. જે દેશ વિદેશમાં સૌરાષ્ટ્રની કેસર કેરીના પ્રમોશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેના આંકડા મુજબ આ વર્ષે કેરીની નિકાસ 45% જેટલી ઉંચી હશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ કેરીની માંગ સતત વધી રહી છે. જેમાં સાઉદી અરેબીયા અને બ્રિટનમાંથી આ વર્ષ 4.45 મેટ્રીક ટન કેરીની નિકાસના ઓર્ડર છે. ગુજરાતમાં મોટાપાયે કેરીની ખેતી થાય છે.