Budaun News: ગુજરાતના અમદાવાદ શહેરથી એક યુવતીને ફેસબુક પર બદાયુના બિસૌલીના એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવક યુવતીને મળવાના બહાને અમદાવાદ પણ આવ્યો હતો. અહીં રહીને નોકરી કરી, અને યુવતી સાથે સંબંધો પણ બાંધ્યા હતા. તેના બાદ તેણે યુવતીને ફેસબુક પર યુવતીને અનફ્રેન્ડ કરી હતી, અને તેનો નંબર પણ બ્લોક કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુકનો પ્રેમ એક યુવતીને ગુજરાતથી બદાયુ સુધી લઈ આવ્યો હતો. તેને ફેસબુક પર બદાયુના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે તેને મળીને લગ્નના વાયદા કર્યા હતા. તેની સાથે શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા. બાદમાં યુવકે યુવતીને ફેસબુક પર અનફ્રેન્ડ કર્યુ હતું. જ્યારે યુવતીને આ ખબર પડી કે યુવક બીજી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તે તેના હોંશ ઉડી ગયા હતા. તે ગુજરાતથી બિસૌલી પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણ પ્રેમી સામે પોલીસ કેસ કર્યો હતો. પોલીસે તપાસ બાદ કાર્યવાહી કરી છે. 


વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને એવું કેમ કહ્યું કે, ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’


યુવક બિસૌલીના કોતવાલી વિસ્તારના એક ગામનો રહેવાસી છે. કેટલાક મહિના પહેલા તેની ગુજરાતના અમદાવાદની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. ફેબસુકના માધ્યમથી તેઓ એકબીજાને મળ્યા હતા. બાદમાં એકબીજાના મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા હતા. ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. 


યુવક અનેક દિવસો અમદાવાદમાં રહ્યો
યુવક નોકરીના બહાને અમદાવાદ પહોંચ્યો હતો. થોડા સમય તેણે અમદાવાદની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી હતી. આ દરમિયાન તે યુવતીને મળતો રહેતો હતો. તેણે યુવતી સાથે લગ્નના વાયદા પણ કર્યા હતા. બાદમાં યુવક તેને છોડીને પોતાના ઘરે જતો રહ્યો હતો. તેણે યુવતીને ફેસબુક પર અનફ્રેન્ડ કરી હતી, તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કર્યો હતો. 


યુવતીને ખબર પડી કે યુવકના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થયા છે. યુવકે પોતાના લગ્નની તસવીરો ફેસબુક પર પોસ્ટ પણ કરી હતી. યુવકના કેટલાક મિત્રો યુવતી સાથે ફેસબુકથી જોડાયેલા હતા. તેઓએ યુવતીને આ વિશે જણાવ્યું તે ચિંતામાં આવી ગઈ હતી. યુવતી સોમવારે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને યુવક સાથે ફરિયાદ દાખલ કરી. 


વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને એવું કેમ કહ્યું કે, ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’