વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને એવું કેમ કહ્યું કે, ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’

EX Chief Minister Vijay Rupani Statement : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે... આજે ગાંધીનગર લોકસભા બેઠકની ઓફિસનું કરશે ઉદ્ધાટન.... ભાજપે 2024ની ચૂંટણીમાં ફરી ક્લીન સ્વીપ માટે કરી તૈયારી....
 

વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને એવું કેમ કહ્યું કે, ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’

Rajkot News : રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થતા જ ભાજપ લોકસભા ચૂંટણી મોડમાં આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતાઓની આજે આમદાવાદમાં ઉપસ્થિતિ છે. આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક મુજબ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત થશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પોતે અમદાવાદમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું જેપી નડ્ડા ઉદ્ઘાટન કરશે. થલતેજ એસજીહાઇવે સ્થિત અમિત શાહના નિવાસ્થાન નજીક જ કાર્યાલય બનાવવામા આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરાયું. ત્યારે આ પ્રંસગે પૂર્વ મુખ્યમંત્ર વિજય રૂપાણીએ ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ નિવેદન આપ્યુ હતું. 

રાજકોટ ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું આજે રાજકોટમાં ઉદ્ધાટન થયું છે. ત્યારે આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જ એવી છે કે જ્યાં કોઈ વ્યક્તિથી પાર્ટી નથી. ભાજપ જ આવું કરી શકે કે, ઉમેદવાર નક્કી નથી ત્યાં કાર્યાલય ખુલી જાય છે. કાર્યકરો ભાજપમાં જેને ટીકીટ મળે તેને ચૂંટાડવા તૈયાર થઈ જાય છે. બીજી પાર્ટીઓમાં તો ઉમેદવારનું નામ જાહેર થાય અને પછી કાર્યાલયો ખુલે છે. ઉમેદવારોના નામ જાહેર થાય પછી કાર્યકરો નારાજ પણ થાય છે. ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ જેવું છે. ખબર ન હોઈ કે કોના લગ્ન છે છતાં કાર્યકરો કામે લાગી જાય છે. ઉમેદવાર કોઈ પણ આવે પણ કાર્યકરો કામે લાગી જાય છે.

પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કોણ ઉમેદવાર છે તે નક્કી ન હોય અને કાર્યાલય શરૂ થઈ જાય આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. બીજી પાર્ટીઓમાં તો વિરોધીઓ પોતાના ઉમેદવાર હરાવવા નીકળે છે. આ ચૂંટણી એટલા માટે મહત્વની છે દેશ બદલાઈ રહ્યો. આજે ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. આજે ભાજપના કાર્યકર ખબર ન હોય ઉમેદવાર કોણ, છતાં કામે લાગી જાય છે. કોંગ્રેસ વાળાઓ લડવાની હિંમત ન કરે, ઉમેદવારો ન મળે તેવી તૈયારીઓ કરીએ.

તો ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓએ સંબોધન કરતા કહ્યું તે, અમે ગવર્નર હતા તેવો ક્યારેય અહેસાસ રાખ્યો નથી. હજુ પણ અને કોંગ્રેસના ધારાસભ્યો ખરવાના છે. નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવા છે ને. 

વજુભાઈ વાળા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નરેન્દ્ર ભાઈએ કહ્યું હતું કે આ દેશમાં ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસ છે, તેના મૂળિયા ઉખેડી નાંખવા છે. કોંગ્રેસમાં એકલા હાથે ચૂંટણીઓ નથી લડાતી એટલે તેમને શંભુ મેળો ભેગો કર્યો, આ શંભુ મેળાને આપણે ભેગા થઈને જુનાગઢ લોકસભાની તળેટીમાં યાત્રાએ મોકલવાનો છે. વજુભાઈ વાળાએ હળવા મૂડમાં કહ્યું કે, કોઈ ગાળો આપે તો ખાઈ લેવી, માથાકુટ ન કરવી, આપણે આપણું કામ કરવું.

આ પ્રસંગે પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ હાજર રહ્યા હતા. તો પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યાં. મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા સહિતના અગ્રણી હાજર રહ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news