ગુજરાતી ખેડૂતે ખરીદ્યો સૌથી મોંઘો નંદી, કિંમત સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે
Farmer Buy Costly Bull : જેતપુરના એક ગૌપ્રેમીએ એક-બે નહિ, પૂરા 42 લાખ આપીને ખાસ પ્રકારનો નંદી ખરીદ્યો છે.... ઉંચી ઓલાદના નંદીની છે ખાસ વિશેષતા
Farmer Buy Costly Bull : માર્કેટમાં એવા લોકો હોય છે જેઓ કેટલીક વસ્તુઓ માટે ગમે તેટલા રૂપિયા આપવા તૈયાર થાય છે. આવામાં ગુજરાતમાં એક ખેડૂત પુત્રના ગૌપ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના એક ગૌપ્રેમીએ અધધધ કિંમતમાં નંદીની ખરીદી કરી છે. તમે પણ વિચારમાં મૂકાઈ જશો કે આટલા બધા રૂપિયા. જેતપુરના ગૌપ્રેમી રમેશભાઈ રૂપારેલિયાએ પૂરા 42 લાખ રૂપિયા આપીને નંદીની ખરીદી કરી છે.
એક તરફ ગામમાં રખડતા આખલાનો ત્રાસ છે. પરંતું જેતપુરમાં રમેશભાઈ નામના એક ગૌપ્રેમીએ 42 લાખમાં નંદી ખરીદ્યો છે. આ રકમ સાંભળીને ભલભલાની આંખો પહોળી થઈ જાય. પરંતુ જ્યારે તમે આ ગૌપ્રેમીનો આ મોંઘીદાટ કિંમતનો નંદી ખરીદવાનો હેતુ જાણશો તો તમને પણ તેમના પ્રત્યે માન થઈ જશે. આ નંદીને આટલી ઉંચી કિંમતે ખરીદવા પાછળનો ચોક્કસ હેતુ છે. આ નંદી જેવોતેવો નથી, પંરતુ ખાસ છે. આ નંદી પાછળ માલિકે 42 લાખ કેમ ખર્ચ્યા તે જાણીને તમને પણ સારું લાગશે.
બહુ વાયરલ થયો ગુજરાતી ખેડૂતનો આ વીડિયો, બાકી બિલ માટે UGVCL ને આપ્યો જડબાતોડ જવાબ
આ નંદી કેમ ખરીદાયો
ગોંડલના ખેડૂત રમેશભાઈ રૂપારેલીયા ગીર ગાય પર આધારિત ખેતી કરે છે. ગાયોના સંવર્ધન માટે તેઓએ ગીર ગૌ જતન નામની સંસ્થા શરૂ કરી છે. ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે તેઓએ ગૌશાળા બનાવી છે. જેમાં ઉંચી ઓલાદની ગીર ગાયોનું પાલન થાય છે. તેમનુ સંવર્ધન વૈદિક શાસ્ત્રોક્ત અને આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવે છે. પોતાની ગૌશાળમાં ઉત્તમ ઓલાદનું ગૌવંશ તૈયાર થાય તે માટે રમેશભાઈ નંદીની ઉત્તમ રીતે માવજત કરી રહ્યા છે. તેથી આ મોંઘો નંદી ખરીદવામાં આવે છે. પોતાની ગૌશાળમાં ઉત્તમ ઓલાદનું ગૌવંશ તૈયાર થાય તે માટે રમેશભાઈ નંદીની ઉત્તમ રીતે માવજત કરી રહ્યા છે. તેથી નંદીને રોજ થોડો સમય ગાય સાથે રાખવામાં આવે છે.
આટલી ઉંચી કિંમત કેમ
રમેશભાઈએ ખરીદેલો નંદી જેવો તેવો નથી, ઉંચી ઓલાદનો છે. નંદીને ખોરાકમાં મગફળીનું ભૂસું, ડોડાવાળી મકાઈ, ગાજર, શેરડી સહિત સીઝન પ્રમાણે અલગ અલગ ખોરાક આપવામાં આવે છે. આ ઉપરાંત ઈંદ્ર જવ, ગોળ, અડદ, મગ મકાઈ,જુવારનું ભડકુ તૈયાર કરીને રોજ સવાર-સાંજ આપવામાં આવે છે..એટવું જ નહીં નંદીને હૃષ્ટપુષ્ટ રાખવા જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલમેંધ, સોડા બાય કાર્બોનેટ, સિંધાલૂણ મીઠું જેવા આર્યુવેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે.
પશુઓ માટે સર્વોત્તમ આહાર છે અઝોલા, નર્મદાના પ્રગતિશિલ મહિલાએ કરી અઝોલાની સફળ ખેતી