મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત કેડરનાં 8 IPS અધિકારીઓ પોતાની હૈદરાબાદ ખાતેની તાલીમ પુર્ણ કર્યા બાદ ગૃહ રાજ્યમાં પરત ફરતા ગૃહ વિભાગ દ્વારા તેમને નિમણુંક આપવામાં આવ્યું છે. જેમાં કુલ 8 આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવી છે. અગાઉ તેઓ જ્યાં પ્રોબેશનના તબક્કામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યાંથી હવે તેમને નવા જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે. 2016-18 ની બેચના 8 ગુજરાત કેડરના આ આઇપીએસ અધિકારીઓને રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં ગૃહવિભાગ દ્વારા ફરજ સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અજમાયશી ધોરણે 8 આઇપીએસ અધિકારીઓએ અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવી હતી. જાણો કોણ છે આ અધિકારીઓ અને શું છે તેમની પૃષ્ટભુમિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેફાલી બરવાલ-દાહોદ, વિભાગીય પોલીસ અધિકારી
શેફાલી બરવાલ 2016ના ગુજરાત કેડર આઇપીએસ અધિકારી છે. અગાઉ અજમાયશી સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર ખાતે એએસપી અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેમને દાહોદનાં વિભાગીય પોલીસ અધિકારી તરીકેની ફરજ ગૃહવિભાગ દ્વારા ફાળવવામાં આવી છે. 


ડો.લવીના સિન્હા-વિરમગામ વિભાગીય પોલીસ અધિકારી
ડૉ. લવીના સિન્હા 2017 ના આઇપીએસ અધિકારી છે. અગાઉ અજમાયશી સમયગાળા દરમિયાન સાબરકાંઠા ખાતે એએસપી અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેમને વિરમગામનાં વિભાગીય પોલીસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ એમબીબીએસ, એમડી (મેડિસીન) ડોક્ટરીનો અભ્યાસ કરી ચુક્યા છે. ઉપરાંત વરિષ્ઠ આઇએએસ અધિકારી વરેશ સિન્હાના પુત્રી છે.


અભય સોની- અમરેલી વિભાગીય પોલીસ અધિકારી
અભય સોની 2017 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ અગાઉ બનાસકાંઠા એએસપી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હવે તેમને અમરેલીનાં વિભાગીય પોલીસ અધિકારી બનાવવામાં આવ્યા છે. 


સુશીલ અગ્રવાલ, પાલનપુર વિભાગીય પોલીસ અધિકારી
સુશીલ અગ્રવાલ 2017 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ અગાઉ અમરેલીમાં અજમાયશી ધોરણે એએસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેમની પાલનપુરના વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. 


હસન સફીન-ભાવનગર વિભાગીય પોલીસ અધિકારી
હસન સફીન 2018 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ અગાઉ જામનગરમાં અજમાયશી ધોરણે એએસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેમની ભાવનગરના વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ ભારતના સૌથી યુવા આઇપીએસ અધિકારી છે. 


પૂજા યાદવ-થરાદ
પુજા યાદવ 2018 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ અગાઉ પંચમહાલમાં અજમાયશી ધોરણે એએસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેમની બનાસકાંઠાના થરાદના વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. 


વિકાસ સુંડા-ભરૂચ
વિકાસ સુંડા 2018 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ અગાઉ વડોદરા ગ્રામ્યમાં અજમાયશી ધોરણે એએસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેમની ભરૂચના વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. 


ઓમ પ્રકાશ જાટ-વેરાવળ
ઓમ પ્રકાશ જાટ 2018 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ અગાઉ વલસાડમાં અજમાયશી ધોરણે એએસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેમની ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.


15 DYSP ઓની એકસાથે બદલી
જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના ACP બી.વી ગોહીલની જગ્યાએ ACBના DYSP ડી.પી ચુડાસમાને મુકવામાં આવ્યા છે. બીવી ગોહીલની જુનાગઢમાં સોરઠ ટ્રેનિંગ સેન્ટર ખાતે DYSP તરીકે નિમણુંક કરવામાં આવી છે. લીંબડીના ડીવાયએસપી ડી.વી બસિયાને રાજકોટ ક્રાઇમબ્રાંચ એસીપી તરીકે મુકવામાં આવ્યા છે. મોટા ભાગના અધિકારીઓને IB અથવા હેડક્વાટર ખાતે જ નિમણુંક આપવામાં આવી છે. બાકી રહેલા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલીઓ નજીકના ભવિષ્યમાં થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube