tat exm gujarat : સરકારી નોકરીની આશાએ બેઠેલા ઘણા લોકોને સરકારના આ નિર્ણયથી ઝાટકો લાગ્યો છે. હવે નવેસરથી પરીક્ષા આપવાની તૈયારીઓ કરવી પડે તેવી સ્થિતિ છે. 2019 માં પાસ થયેલા ઉમેદવારો પણ શિક્ષકોની ભરતી માટે અમાન્ય ગણાશે. જેને પગલે આગામી દિવસોમાં આ મામલે વિવાદ વધુ વકરે તેવી પૂરી સંભાવના છે. કારણ કે, નવી શિક્ષણ નીતિ મુજબ, જુન-2023 પહેલાં લેવાયેલી ટેટ-ટાટની પરીક્ષા હવે શિક્ષકોની ભરતીમાં માન્ય નહીં ગણાય. આ સમાચાર શિક્ષકોને મોટો ઝટકો આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુન-2023 પહેલાં લેવાયેલી પરીક્ષા હવે માન્ય નહીં ગણાય
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર હમણાં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જેમાં નિર્ણય એવો લેવાયો છે કે જુન-2023 પહેલાં લેવાયેલી ટેટ-ટાટની પરીક્ષા હવે શિક્ષકોની ભરતીમાં માન્ય નહીં ગણાય. આ બાબતે સરકાર આગળ વધે તેવી સંભાવના છે. જેને પગલે માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતીમાં વર્ષ 2019 માં લેવાયેલી ટાટ પરીક્ષાનું પરિણામ માન્ય રહેશે નહીં. 


ગુજરાતના ચાવાળાની અનોખી ઓફર, ‘ધ કેરાલા સ્ટોરી’ ની ટિકિટ બતાવી ચા-કોફી ફ્રીમાં પીઓ


ફરીથી આપવી પડશે પરીક્ષા
જે લોકોએ 2019 માં પરીક્ષા આપી હતી, તેવા વ્યક્તિઓેએ શિક્ષકની ભરતી માટે જૂન 2023માં લેનારાની ટેટ કે ટાટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે. આ મામલે ઉમેદવારોએ શિક્ષણ મંત્રી કુબૅર ડીંડોર અને પ્રફૂલ પાનસુરીયા સમક્ષ એવી રજૂઆત કરી છે કે, 2019 માં ટાટ આપી પાસ થનાર ઉમેદવારનું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણવું જોઇએ. જોકે, સરકાર આ બાબતે ઝૂકવાના મૂડમાં નથી. 


ટાટ પરીક્ષા છેલ્લે 2019 ના વર્ષમાં લેવાઈ છે. રાજ્ય સરકાર જૂન મહિનામાં ટાટની પરીક્ષા નવી શિક્ષણ નીતિ પ્રમાણે લઇ રહી છે. આથી જુની પધ્ધતિથી લેવારોલી ટાટની પરીક્ષા રદ ગણાશે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. હવે સરકાર આગામી દિવસોમાં કેવા નિર્ણય લેશે એની પર મોટો આધાર છે. પણ જો સરકાર આ મામલે નમતુ નહિ જોખે, તો આગામી દિવસોમાં વિવાદ વધે તો નવાઈ નહીં.


PASA એક્ટના નિયમો બદલાયા : ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન


ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બનવા માટેની TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં TAT ની પરીક્ષા હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. ત્યારે TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


શા માટે લેવાય છે ટાટની પરીક્ષા
TAT માધ્યમિક પરીક્ષા 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB ) એ વર્ષ 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) ગુજરાત ટેટ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પોસ્ટ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત છે.


જ્યાં બાવળ પણ ઉગવાનું સાહસ ન કરે તેવી ખારી જગ્યામાં ગુજરાતના ખેડૂતે હરિયાળી લહેરાવી