અમદાવાદ: લગ્ન પ્રસંગમાં (Wedding Occasion) હવે વધુમાં વધુ 200 વ્યક્તિઓની છૂટ, ચાર મહાનગરોમાં (Metro Cities) 15 ફેબ્રુઆરી સુધી રાત્રીના 11 થી સવારે 6 સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 (Covid-19) સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના (Government of India) ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (National Disaster Management) ઓથોરિટીના નિર્દેશો મુજબ તા. 27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું (Corona Guidelines) ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1 ફેબ્રુઆરીથી તા. 28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહના અધિક મુખ્ય સચિવ (Additional Chief Secretary Of Home) પંકજકુમારે (Pankaj Kumar) રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે. રાજ્યના ચાર મહાનગરો (Metro Cities) અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી તા. 15 ફેબ્રુઆરી સુધી રાત્રી કરફ્યુનો (Night Curfew) અમલ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે, છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના (Covid-19) એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં ગુજરાતમાં તો રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના (Corona Guidelines) સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે.


આ પણ વાંચો:- એક 'સરદાર' જેમણે આ દેશને એક કરીને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું


રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 96.94 સુધી લઇ જવામાં સફળતા મળેલી છે. પંકજકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, આમ છતાં, Covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનં પાલન આવશ્યક છે. તદ્દનુસાર, કોરોના સંદર્ભે યોગ્ય  નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ તેમજ નિયત SOPના ચુસ્તપણે પાલન એમ ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડ્યું છે.


આ પણ વાંચો:- ઊમિયાધામમાં માથુ ટેકવીને નરેશ પટેલે કહ્યું, આજની બેઠકનો કોઈ રાજકીય હેતુ નથી


ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે. નેશનલ ડાયરેકટીવ્ઝ ફોર કોંવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે. સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ અંગે તેમણે કહ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ જરૂરિયાત જણાયે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે.


આ પણ વાંચો:- ડાંગના આદિવાસીઓની લડતનો સુખદ અંત, બંધ નહિ થાય વઘઈ-બીલીમોરા નેરોગેજ ટ્રેન


આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરાવવાનું રહેશે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે નિયત SOPના ચુસ્તપણે પાલન માટે નિર્ધારીત કરવામાં આવેલા દિશાનિર્દેશોની પણ વિશદ ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં પંકજકુમારે કહ્યું કે, રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આવી પ્રવૃત્તિ ગતિવિધિઓની વિસ્તૃત વિગતો આપતા તેમણે કહ્યું કે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregation/large gathering સંદર્ભે જે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.


આ પણ વાંચો:- સર્વ ધર્મ સમભાવનું નોખું ઉદાહરણ, મુસ્લિમ દંપતીએ રામ મંદિર માટે કર્યું દાન


મહત્વની આ બાબતો આવરી લેવાઇ


  • Adequate Physical distancing અને તેના માટે Floor marlking કરવાનું રહેશે.

  • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો  રહેશે.થર્મલ સ્કેનીંગ, ઓસિમીટર સેગ્નેટાઈઝર સાથેની સગવડતા પૂરી પાડવાની તેમજ, સ્ટેજ, માઈક, સ્પીકર અને ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે.

  • હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમાસ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

  • 65 થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય ઘાતક બિમારીઓથી પીડિત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે.

  • આરોગ્ય સેતુ ઍપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે.

  • આવા કાર્યક્રમોમાં  બેઠક વ્યવસ્થા ગોઠવતા Adequate distance જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે.

  • તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિઘાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરુરી પ્રબંધ કરવાનો રહેશે.

  • કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા. 4 જૂન 2020 ના પરિપત્રથી ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ SOPની ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, 

  • લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50% થી વધુ નહી પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ હેતુસર www.digitalgujarat.gov.in  પોર્ટલ પર Online Registration for Organizing Marriage Function નામના Software પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  • મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યકિતઓની મર્યાદા રહેશે.

  • હોલ, હોટેલ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમ,  કોમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે જેવા બંધ સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, સમારોહ તથા other congregations/large gatheringનું આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના 50 ટકાની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

  • જયારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક, શૈક્ષણિક, રમત- ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા other congregationનું આયોજન કરવામાં આવે ત્યારે આ પ્રસંગે SOPની બાબતોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

  • જાહેરમાં થૂંકનારા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો નહિ ઢાંકનારા વ્યક્તિ રાજ્ય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે. 

  • રાજયમાં આવેલ ધાર્મિક સ્થળો, હોટેલ અને રેસ્ટોરન્ટ, આતિથ્ય એકમો, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા. 4 જૂન 2020 ના હુકમથી બહાર પાકવામાં આવેલ SOPનું તથા ઘાર્મિક સ્થળો બાબતે ગૃહ વિભાગના બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

  • સિનેમા હોલ તથા થિયેટર સંદર્ભે Ministry of Information & Broadcasting, Government of Indiaના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

  • સ્વિમિંગપૂલ સંદર્ભમાં Ministry of Youth Affairs & Sports, Government of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

  • એકઝીબીશના હોલ સંદર્ભમાં Department of Commerce, Government of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

  • અન્ય જુદી-જુદી પ્રવૃત્તિઓ જેમાં ટ્રેન મારફતે મુસાફરોની અવર-જવર, હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓ, યોગા સેન્ટર, જીમનેશિયમ સંબંધમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ SOPનું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

  • આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે તથા જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરશ્રીઓએ સી.આર.પી.સી. કલમ–144 હેઠળ જરૂરી જાહેરનામાં બહાર પાડવાના રહેશે.

  • આ જાહેરનામાની જોગવાઇઓ/કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરનાર વ્યકિત The Disaster Management Act, 2005 તેમજ The Indian Penal Code, 1860ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube