સર્વ ધર્મ સમભાવનું નોખું ઉદાહરણ, મુસ્લિમ દંપતીએ રામ મંદિર માટે કર્યું દાન

સર્વ ધર્મ સમભાવનું નોખું ઉદાહરણ, મુસ્લિમ દંપતીએ રામ મંદિર માટે કર્યું દાન
  • સર્વ ધર્મ સંમભાવની વિચારધારા અપનાવી એક થઈ આસ્થાના આ કામમાં આ દાન કરવું જોઈએ તેવું આ તબીબ દંપતીનું માનવું છે
  • ડો.હમદી મન્સૂરીએ જણાવ્યું કે, ભગવાન રામે દરેકને સાથે રાખીને ચાલ્યા છે. અને કોઈ ઉચ્ચ કે નીચનો ભેદભાવ રાખ્યો નથી

પ્રેમલ ત્રિવેદી/પાટણ :રામ મંદિર (ram mandir) માટે લઘુમતી સમાજના તબીબ પરિવારે દાન આપીને એકતાના દર્શન કરાવ્યા છે. આ મુસ્લિમ તબીબ દંપતીએ રૂપિયા 1.51 લાખનું દાન આપીને સદભાવના સાથે માનવતા અને એકતાનો સંદેશ આપ્યો છે. તેટલું જ નહિ લોકડાઉનમા પણ સતત આ દંપતીએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તેમજ સેવા માટે આગળ રહ્યા હતા.

પાટણમાં ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ માટે મુસ્લિમ (લઘુમતી) સમાજનું તબીબ દંપતી આગળ આવ્યું છે. ડો.હમીદ મન્સુરી અને તેમના પત્નીએ આ દાન આપ્યું છે. મુસ્લિમ તબીબ દંપતીએ રામમંદિરના નિર્માણ (Ram Mandir Nidhi Samarpan) માટે રૂપિયા 1.51 લાખનું દાન આપ્યું છે. લઘુમતી સમાજના આ તબીબ દંપતીએ રામ મંદિર (ram mandir) ના નિર્માણ માટે દાન આપી એકતાના દર્શન કરાવ્યા છે. તેટલું જ નહિ આ મુસ્લિમ તબીબ દંપતીએ એક વર્ષ પહેલા અયોધ્યા જઇને રામ જન્મભૂમિના દર્શન કર્યા હતા અને મંદિર નિર્માણ માટે માનતા પણ માંગી હતી. આજે આ મુસ્લિમ દંપતીની માનતા પૂર્ણ થતા તબીબ દંપતીએ રૂપિયા 1.51 લાખનું દાન આપ્યું છે. બંનેને રાષ્ટ્ર માટે ગૌરવ અને અભિમાન હોવાનું ગર્વ અનુભવ્યું છે.

એવું નથી કે લઘુમતી સમાજના આ તબીબ દંપતીએ માત્ર રામ મંદિરના નિર્માણ માટે હાલમાં જ દાન આપ્યું છે. પરંતુ જ્યારે તેઓ અયોઘ્યા (ayodhya) ગયા હતા ત્યારે ત્યાં પણ દાન આપ્યું હતું. આ મંદિર નિર્માણમાં દરેક લોકોએ દાન આપવું જોઈએ. સર્વ ધર્મ સમભાવની વિચારધારા અપનાવી એક થઈ આસ્થાના આ કામમાં આ દાન કરવું જોઈએ તેવું આ તબીબ દંપતીનું માનવું છે. 

આ વિશે ડો.હમદી મન્સૂરીએ જણાવ્યું કે, ભગવાન રામે દરેકને સાથે રાખીને ચાલ્યા છે. અને કોઈ ઉચ્ચ કે નીચનો ભેદભાવ રાખ્યો નથી. તે પ્રકારે દેશમાં તમામ લોકો સમાન રીતે રહી અને દેશની સમૃદ્ધિમાં યથાશક્તિ ફાળો આપે. જોકે આ ડોક્ટર અને તેમના પત્ની અયોધ્યામાં એક વર્ષ અગાઉ ગયા હતા અને ત્યાં શ્રી રામજીના ચરણોમાં મસ્તક નમાવી એકતાના દર્શન કરાવ્યા છે. તે સાચે જ આજના સમયની માંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news