બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગેસ સિલિન્ડર (Gas Cylinder) ધારકો માટે સારા સમાચાર છે. જો તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો હવેથી સરકાર 2 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી રહી છે. ગુજરાત સરકારે રાજ્યના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં સરકારે રાજ્યના પરિવારને 2 એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પહેલા ગુજરાત સરકારે ગુજરાતની જનતા ખુશ થઈ જાય તેવી જાહેરાત કરી છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ સરકાર તમામ લોકોની ચિંતા કરે છે. પીએમ મોદીએ ગરીબ કલ્યાણકારી નીતિઓ બનાવી છે. ત્યારે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 38 લાખ લાભાર્થીઓ માટે સરકારે વર્ષના 2 સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. તે રીતે રાજ્યની સરકારે ગરીબો માટે નિર્ણય કર્યો છે. સિલિન્ડર લીધાના ત્રીજા દિવસે તેમના ખાતામાં રૂપિયા જમા થઈ જશે. 



તેમણે કહ્યું કે, નેચરલ ગેસ ઉત્પાદન વપરાશ મામલે ગુજરાત અગ્રેસર છે. 80% ગેસ ગુજરાતના બંદરો પરથી આયાત થાય છે. 21.21 લાખ ઘરોમાં પાઈપલાઈનથી ગેસ પહોંચે છે. તેથી CNG અને PNG ના વેટમાં 10% ઘટાડા નો સરકારે નિર્ણય કર્યો છે. રીક્ષા ચાલકો અને સામાન્ય જનતા માટે આ નિર્મય રાહતભર્યો છે. સરકાર 300 કરોડની રાહત અપાશે. PNG માં 10 કિલોના વપરાશે 50-55 રૂપિયાનો સીધો લાભ મળશે. તો 14 લાખ CNG વાહન ચાલકોને સીધો ફાયદો થશે.