સરકારી ડાયરીમાંથી મોટા આંકડા બહાર આવ્યા, ગુજરાતમાં કુલ કેટલા ખેડૂતો તેનો ખુલાસો થયો
Gujarat Farmers : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિ એ ભારત સરકારની ખેતી વિશે એક ગણના વર્ષ 2015 16 મુજબ ગુજરાતમાં ખેડૂત ખાતેદારોના પ્રકારો કેટલા છે અને કેટલા ખેડૂતો નોંધાયેલા છે. જેના જવાબમાં સરકારે માહિતી આપી
Gujarat Farmers : ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં મોટી માહિતી સામે આવી છે. ગુજરાતમાં કુલ કેટલા ખેડૂતો છે તેનો સત્તાવાર આંકડો સામે આવ્યો છે. ગુજરાત સરકારે વિધાનસભા સત્રમા કહ્યું કે, રાજ્યમાં ૨૦૧૫-૧૬ એગ્રી સેન્સસ મુજબ કુલ ૫૩ લાખ ૨૦ હજાર ૬૨૬ ખેડૂતો નોંધાયેલા છે. ત્યારે આ સાથે જ એવી માહિતી પણ સામે આવી છે કે ગુજરાતમાં કયા કયા પ્રકારના ખેડૂતો છે. પહેલીવાર જાણવા મળ્યું કે, ગુજરાતમાં પાંચ અલગ અલગ કેટેગરીના ખેડૂતો છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિ એ ભારત સરકારની ખેતી વિશે એક ગણના વર્ષ 2015 16 મુજબ ગુજરાતમાં ખેડૂત ખાતેદારોના પ્રકારો કેટલા છે અને કેટલા ખેડૂતો નોંધાયેલા છે. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, ગુજરાતમાં કુલ 53 લાખ 20 હજાર 624 જેટલા ખેડૂત ખાતેદાર નોંધાયા છે. આ સાથે જ સીમાંત ખેડૂતો, નાના ખેડૂતો, અર્ધ મધ્યમ ખેડૂતો, મધ્ય ખેડૂતો અને મોટા ખેડૂતો પણ કેટલા છે તે પણ સરકારે જણાવ્યું.
સીમાંત ખેડૂતો ૨૦,૧૮,૮૨૭
નાના ખેડૂતો ૧૬,૧૫,૭૮૮
અર્ધ-મધ્યમ ૧૧,૫૦,૨૫૪
મધ્યમ ૪,૯૫,૮૬૯
મોટા ૩૯,૮૮૮ ખેડૂતો નોંધાયેલા છે
સાથે જ સરકારે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૦-૧૧ બાદ વર્ષ ૨૦૧૫-૧૬ માં થયેલા ખાતેદાર ૪,૩૫,૦૧૬ ખેડૂતોની સંખ્યા વધી છે. રાજ્યમાં મોટા ખાતેદાર ખેડૂતો ઓછા થયા, 8883 મોટા ખેડૂતોમાં ઘટાડો થયો, સીમાંત ખેડૂતોની સંખ્યા 2,03,193 વધી છે.
આ પણ વાંચો :
સ્વરૂપવાન કન્યા તમારી સામે કપડા ઉતારે તો સાવધાન, તમે બની શકો છો સેક્સટોર્શનનો શિકાર
આજે સરકારે ખેડૂતો માટે સહાય જાહેર કરી
લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડની સરકારની મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને એક કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાય આપશે. ખેડૂતોને કટ્ટા દીઠ 100 રૂપિયાની સહાય ચુકવાશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા સુધીની સહાય ચુકવાશે. આ ઉપરાંત રાજ્યો કે દેશ બહાર રોડ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની જાહેરાત કરાઈ છે. રેલવે મારફતે સો ટકા અથવા 1150 મેટ્રિક ટનની સહાય રહેશે. તો દેશ બહાર નિકાસ કરવા માટે ખર્ચના 25% અથવા 10 લાખની મર્યાદામાં સહાય ચૂકવાશે. ટ્રાન્સપોર્ટેશન માટે 20 કરોડની સહાયની જાહેરાત થઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને આ સહાય મળશે. ગુજરાતમાં લાલ ડુંગળીનું અંદાજે 7 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ત્યારે આ સહાયથી નુકસાની ભોગવતા ખેડૂતોને રાહત મળશે.
આ પણ વાંચો :
છુટ્ટુ જૂતુ મારો, જેને વાગે એનું આખું વર્ષ સારું જાય ; ગુજરાતના આ ગામની ધૂળેટી અજીબ