આધાર કાર્ડ પર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર
Property Investment In Gujarat : સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી સમયે જરૂર જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવો... દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે, જે કચેરીના રેકોર્ડ પર જ રહેશે- દસ્તાવેજનો ભાગ નહીં બને
Ahmedabad Property Market : રાજ્ય સરકારે મકાનના દસ્તાવેજના નોંધણી મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આધાર કાર્ડ દસ્તાવેજનો ભાગ નહીં બની શકે. દસ્તાવેજ સાથે આધાર કાર્ડ જોડવાને કારણે આધારકાર્ડના દુરુપયોગને અટકાવવા આ નિર્ણય લેવાયો છે. હવેથી મકાનના દસ્તાવેજ માટે પુરાવા તરીકે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા જ આપવાના રહેશે. દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. જોકે દસ્તાવેજ સમયે કોઈપણ પક્ષક કાર્ય આધાર કાર્ડનો ઉલ્લેખ કરવાનો જરૂરી નથી. જો જરૂર પડે તો આધારકાર્ડના છેલ્લા ચાર ડિજિટ જ લખવાના રહેશે.
આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમ, નોંધણી સર નિરીક્ષકશ્રી અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ફિટનેસ ટ્રેનરને વરસાદમાં પલળતા રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી, જાહેરમાં માફી માંગી
નોંધણી સર નિરીક્ષકે આ સંદર્ભે જાહેર જનતાને જણાવ્યું છે, કે દસ્તાવેજ નોંધણી વખતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે રજૂ કરવામાં આવે તે દસ્તાવેજમાં કોઈપણ પક્ષકારના આધાર નંબરનો ઉલ્લેખ કરવો નહીં અને જો ઉલ્લેખ કરવો જરૂરી જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ૪ અંકનો જ ઉલ્લેખ કરવો તથા પ્રથમ આઠ અંકોને બદલે ** ** ની નિશાની દર્શાવવાની રહેશે.
આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ઘાતક આગાહી, આ ચાર જિલ્લાવાળા ખાસ સાચવજો
તેમણે કહ્યું હતું કે, દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર, દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે. જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે. આમ,આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરવાની મનાઈ કરવામાં આવી નથી, પરંતુ જાહેર રેકર્ડનો ભાગ ન બને તે હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ દસ્તાવેજનો ભાગ ન બનાવવાની સૂચના સંબંધિતોને આપવામાં આવી છે તેમ, તેમણે વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.
ગર્લ્સ હોસ્ટેલમાં માપમાં કપડા પહેરવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ ફરમાન, પરિપત્ર જાહેર