Big Announcement In Gujarat Budget 2024 : ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

38.2 કિમી લાંબો બનશે રિવરફ્રન્ટ
આ બજેટમાં ગુજરાત ટુરિઝમના વિકાસ માટે અનેક મોટી જાહેરાતો કરાઈ છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે. આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયું છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ ચાલુ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્‍ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 


બજેટમાં મોટું એલાન : એક ફોન પર 10 મિનિટમાં પોલીસ આવશે, નવો ઈમરજન્સી નંબર જાહેર


ગુજરાત બજેટની 10 મોટી જાહેરાતો : 7 મહાનગરપાલિકા બનશે, નવો ઈમરજન્સી નંબર જાહેર