Medical College Fee Hike : એક તરફ ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ફીમાં વધારો થયો છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબો માટે ફાયદાની જાહેરાત કરી છે. ગુજરાતના ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમા વધારો કરવામાં આવ્યો છે. હવેથી તેઓને વધારે સ્ટાઈપેન્ડ મળશે. એટલે કે આ તબીબોના પગારમાં વધારો કરાયો છે. સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્ન તબીબને રૂપિયા 21,840 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તો અન્ય સ્ટ્રીમમાં પણ વધારો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.


કેટલો વધારો કરાયો 


  • સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્નને રૂ. 21,840

  • ડેન્ટલમાં રૂ. 20,160

  • ફિઝીયોથેરાપીમાં રૂ.13,440 

  • આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. 15,120  


હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહી


અન્ય કેટલો વધારો કરાયો


  • ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,00,800, બીજા વર્ષમાં રૂ.1,02,480, ત્રીજા વર્ષમાં રૂ.1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂ.1,10,880નો લાભ મળશે.

  • સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 

  • ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496,

  • ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.

  • મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂ.75,600 અને બીજા વર્ષમાં રૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે.

  • આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.50,400, બીજા વર્ષમાં રૂ.53,760 અને ત્રીજા વર્ષમાં રૂ. 57,120 ચૂકવવામાં આવશે.


સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ 01/04/2024ની અસરથી અમલમાં
તદ્ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જુનીયર રેસીડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે. GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂ. 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.


મંગળ, શનિ, બુધ, સૂર્ય બધા તમારા પર મહેરબાન થશે! આ તારીખે જન્મનારાઓનું સપ્ટેમ્બરમાં નસીબ ચમકશે