Diwali 2023 : રાશન કાર્ડ ધારકોની આ દિવાળી સુધરી જવાની છે. કારણ કે, સરકારે મોટી જાહેરાત કરી છે. દિવાળી પૂર્વ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકોને વધારાનું સીંગતેલ અને ખાંડ આપવામાં આવશે. સાથે જ અનાજનો જથ્થો સમયસર મળી જાય તેવી દુકાનદારોએ સરકાર પાસે માંગ કરી છે, જેથી જરૂરિયાતમંદોને પહોંચાડી શકાય. અમદાવાદમાં બાજરીના બદલામાં ઘઉં આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી નવેમ્બર મહિનામાં દિવાળી છે. આ દિવાળી પહેલા જ રાશનકાર્ડ ધારકોના ઘરે ખુશીઓ આવી છે. કારણ કે, સરકારે રાજ્યના લાખો રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ વધારાનું રાશન આપવાની જાહેરાત કરી છે. કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં જ વધારાનું સીંગતેલ અને અનોજનો જથ્થો આપવામાં આવશે. આ માટે આગોતરા અનાજ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 


હવામાન વિભાગની મોટી આગાહી : આગામી 1-2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે


નવેમ્બર મહિનામાં દિવાળી છે, ત્યારે ત્યારે ઓક્ટોબરમાં જ રાશન કાર્ડધારકોને આ સુવિધા મળી જશે. એનએફએસએ સહિતના અંત્યોદય અને બીપીએલ રાશનકાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં આ વધારાનું રાશન મળી જશે. જેમાં કાર્ડ દીઠ એક લિટરનું સીંગતેલનું પાઉચ આપવામા આવશે. તો વધારાની એક કિલો ખાંડ આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં બે મહિનાથી અપાતી બાજરીના બદલામાં હવે રાબેતા મુજબ ઘઉં આપવામાં આવશે. 


ધારાસભ્યોની સંકલન સમિતિમાં દર મહિને પહેલી તારીખે જ રાશનિંગના અનાજ વિતરણનો તમામ જથ્થો મળી જાય તેવી સૂચના જાહેર કરવામાં આવી છે. જેનો હજુ સુધી અમલ કરવામા આવ્યો નથી. તેથી રાશનના દુકાનદારોએ આ જથ્થો નિયમિત પહોંચી જાય તેવી જાહેરાત કરાઈ છે. 


દુકાનોમાં એકસાથે અનાજ, કઠોળ, તેલ, મીઠું,ખાંડ વગેરોનો જથ્થો પહોંચવો જોઈએ, જેથી તે એકસાથે વિતરણ થઈ શકે, પંરતુ આ જથ્થો એકસાથે મળતો નથી. જેથી તેને અલગ અલગ વિતરણ કરવો પડે છે. 


આવી સ્થિતિ વચ્ચે કેનેડામાં પગ મૂકાય! બેગ લઈને ભટકી રહ્યાં છે ગુજરાતી વિદ્યાર્થીઓ