Right To Admission : રાઈટ ટુ એજ્યુકેશન એડમિશનમાં મોટાપાયે છેડછાડ થઈ રહ્યો છે. જેથી આ બાબતને અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રકાયદેસર થયેલા રાઈટ ટુ એજ્યુકેશન મામલે સરકાર હવે કડક હાથે કાર્યવાહી કરવાના મૂડમાં છે. તેથી ખોટા એડમિશન હાંસલ કરનારા વાલીઓ સામે શિક્ષણ વિભાગ પગલાં લેશે. ખોટી રીતે રાઈટ ટુ એજ્યુકેશન હેઠલ લીધેલા એડમિશનની તપાસ થશે. તમામ એડમિશનમાં પાન કાર્ડ સહિત આઈટી રિટનની વિગતોને ચકાસવામાં આવશે. તેમજ ખોટી આવક દર્શવીને ગેરકાયદેસર રીતે એડમિશન હાંસલ કરનારા એડમિશન પણ રદ કરાશે. આ ઉપરાંત ખોટી આવક દર્શાવીને સરકારી ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરનારા વાલીઓ સામે પોલીસ ફરીયાદ પણ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4500 થી વધુ માલદાર બાળકોએ RTE હેઠળ ધોરણ-1 માં પ્રવેશ લીધો
થોડા સમય પહેલા રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન અપાવવા માટે એજન્ટ્સ સક્રિય થયા હોવાની માહિતી સામે આવી હતી. રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશનનમાં મોટાપાયે કૌભાંડો થઈ રહ્યાં છે. આ યોજના હકીકતમાં પછાત અને ગરીબ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટેની છે. પરંતું હવે ધનવાન પરિવારના વાલીઓ પોતાના સંતાનોને આ રીતે એડમિશન અપાવી રહ્યાં છે. અમીર પરિવારો તેનો લાભ લઈ રહ્યાં છે. એક આંકડો સામે આવ્યો છે કે, ગુજરાતમાં 4500 થી વધુ આર્થિક સદ્ધર પરિવારના બાળકોએ RTE હેઠળ ધોરણ-1 માં પ્રવેશ લીધો છે. તો ઊંચી ફી ભરીને ધોરણ 1 ભણી ગયેલા રાજકોટના 500 બાળકોએ એડમિશન મેળવ્યું છે. આ આંકડો ચોંકાવનારો છે.  


અંબાલાલ પટેલની આ આગાહીને હળવાશથી ન લેતા : ચોમાસાનું ડીપ ડીપ્રેશન અનેકોને લઈ ડૂબશે


રાઈટ ટુ એજ્યુકેશનમાં એજન્ટ રાજ 
રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર હેઠળ બાળકને શાળામાં પ્રવેશ અપાવવામાં પણ એજન્ટ રાજ વ્યાપી ચૂક્યું છે.  RTEમાં એડમીશન અપાવવાના નામે એજન્ટો સક્રિય થયા છે. RTE CAFE નામની આ વેબસાઈટ તેનો પુરાવો છે. પરંતું RTE પ્રવેશ માટે એજન્ટ દેખાય તો DEO ને ફરિયાદ કરી શકાશે. કોઈની સાથે નાણાંની લેવડ-દેવડ ન કરવા શિક્ષણ વિભાગે અપીલ કરી છે. મનગમતી સ્કૂલમાં પ્રવેશ માટે રૂપિયા આપવાની કોઈ જરૂર નથી તેવુ પણ કહ્યું. હેલ્પલાઈન નંબર 7046021022 પર તાત્કાલિક ફરિયાદ કરી શકાશે.   આરટીઈમાં પ્રવેશ અપાવતી નકલી વેબસાઈટ વાલીઓે તેમના બાળકોનું RTE હેઠળ એડમીશન અપાવવાની લાલચ આપે છે. હેતલ સોની નામની વ્યક્તિ RTE CAFE નામની આ વેબસાઈટની સ્થાપક હોવાનું જણાવાયું છે. વેબસાઈટ પર એક યુવતીનો ફોટો પણ છે.


ફી ન ભરી શકનાર માતાની મજબૂરી! આર્થિક તંગીને કારણે માતાએ બંને દીકરીઓેને ઝેર આપ્યું


શાળા માંગશે વાલી પાસેથી સર્ટિફિકેટ
RTE અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે મોટી ખબર સામે આવી છે. શાળા સંચાલકો વાલીઓ પાસેથી દર વર્ષે આવકનું પ્રમાણપત્ર માંગી શકે છે. કેટલીક ખાનગી શાળાઓ તરફથી RTE અંતર્ગત અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પાસેથી આવકનું પ્રમાણપત્ર માંગવામાં આવતા હોવાની ફરિયાદ અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી છે.


રાજકોટમાં 18 જ્વેલર્સ પર ITનું સર્ચ ઓપરેશન : માલિકોમાં ફફડાટ, જાણો ક્યા દરોડા પડ્યા