bjp cleanliness drive on gujarat temples : મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર જનભાગીદારી થકી સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને પરિણામે આ ઝુંબેશ જન આંદોલન બની છે.


અમદાવાદમાં પ્રેમના ચક્કરમાં મિત્રએ મિત્રની હત્યા કરી, મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન પહોચ્યો


રાજ્ય સરકાર દ્વારા તા. ૧૬ ઓક્ટોબરથી ૨૧ ઑક્ટોબર દરમિયાન પણ સફાઈ ઝુંબેશ માટે આગોતરું આયોજન કરાયું છે. આ અઠવાડિયામાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો અને સમુદ્ર કિનારાની સફાઇ હાથ ધરવામાં આવશે. જ્યારે ૨૨ ઑક્ટોબર અને રવિવારના રોજ રાજ્યના ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ અને પ્રવાસન સ્થળોની સાફ સફાઇ કરવામાં આવશે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌને અનુરોધ કરાયો છે. 


ગુજરાત સરકાર દ્વારા અત્યારે પણ સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ રીતે દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કચરા એકત્રીકરણની પ્રવૃત્તિ વધુ સઘન બનાવવામાં આવી છે. કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થાને પણ સુચારૂ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાની વિસ્તાર ઉપરાંત ગામડાઓમાં પણ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે.


બે ગુજ્જુ મિત્રોએ ગુજરાતની ધરતી પર શક્ય નથી તેવા લાખોના ફૂલની ખેતી કરી


આગામી સમયમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો કે પ્રવાસન સ્થળો અથવા કોઇપણ સ્થાન ઉપર કચરો ન દેખાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે. ઘરથી લઇ માર્કેટ સુધી ઉત્પન્ન થતા કચરાનો તે જ દિવસે ડમ્પ સાઇટ ઉપર યોગ્ય નિકાલ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ઉકરડાના આખરી નિકાલ માટે પણ ગોબરધનની વ્યવસ્થા ઉભી કરવા માટેનું રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.


વડોદરામાં હાર્ટએટેકની ઘટના : સેન્ડવીચ શોપમાં ઢળી પડ્યો યુવક, દોઢ મિનિટમાં ગયો જીવ