વડોદરામાં હાર્ટએટેકની શોકિંગ ઘટના : સેન્ડવીચ શોપમાં ઢળી પડ્યો યુવક, દોઢ મિનિટમાં ગયો જીવ

Heart Attack Death : વડોદરાના પાદરામાં હાર્ટ એટેક આવતાં યુવકનું મોત,,, અરિહંત કોમ્પલેક્ષમાં હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો યુવક,,, યુવકના મોતનાં દ્રશ્યો સીસીટીવીમાં થયાં કેદ,,
 

વડોદરામાં હાર્ટએટેકની શોકિંગ ઘટના : સેન્ડવીચ શોપમાં ઢળી પડ્યો યુવક, દોઢ મિનિટમાં ગયો જીવ

Vadodara News : ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. તેમાં પણ યુવા વયના લોકો અને નાની વયના બાળકો અને કિશોરો સૌથી વધુ ભોગ બની રહ્યાં છે. આવામાં  તબીબી બાલમ પણ ચિંતામાં છે. વડોદરાના પાદરામાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટએટેકની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવક સેન્ડવીચની દુકાનમાં હતો, અને ત્યા જ ઢળી પડ્યો હતો. 

પાદરાના અરિહંત કોમ્પ્લેક્સ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જેમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટનાસ્થળે ઢળી પડ્યા હતા. પાદરાના બળિયાદેવ વિસ્તારની હાર્ટ એટેકની ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી ગયા હતા. જ્યા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે. યુવક બળિયાદેવ મંદિર વિસ્તારમાં રહે છે. પંરતું સેન્ડવીચની દુકાનમાં માત્ર દોઢ મિનિટમાં દીપકનો 'દિપક' બુઝાયો હતો. 

ગરબા રમતા છાતીમાં દુખાવો ઉપડે તો આટલું કરજો 
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ. 

હાર્ટની સમસ્યાના મુખ્ય કારણો
કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને કસરતનો અભાવ, હાર્ટને લગતી સમસ્યાની અવગણના 

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા. 

ખેલૈયાઓે મહત્વના સૂચનો 

  • નિયમીત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારેની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી 
  • પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી
  • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય , પરસેવાની સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વોસોસ્વાસની તકલીફ થાય તો ગરબા રમાવાનુ બંધ કરી શાંતીથી બેસવું  
  • ખેલૈયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવે
  • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીવો
  • કેળું, નારીયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશીયમ વાળું ખોરાક લેવો
  • ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા ના રમવા
  • ગરબાના સ્થળે પ્રાથમિક સારવાકની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા
  • જો કોઇ બિમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે
  • આયોજન સ્થળની નજીકની હોસ્પીટલ સાથે ઔપચારીક જોડાણ કરવુ જેથી કોઇ ઘટના બને તો હોસ્પીટલને જાણ કરી શકાય
  • ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ , સુરક્ષાકર્મી, અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી
  • સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા. ખેલૈયાઓએ ગરબા પહેલાં ઇકો અને ટીએમટી રીપોર્ટ કરાવવા સલાહ આપી છે. 

ગુજરાતના મંદિરોમાં ઘટ સ્થાપનાથી નવરાત્રિ શરૂ : માતાના મઢમાં રાજવી પરિવારે પૂજા કરી

કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે
જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો તેજસ પટેલ જણાવે છે કે, હજુ કોલેજ પૂરી ન કરી હોય, તેવો યુવાન ગરબા રમતાં ઢળી પડે, તે વાત ચિંતાજનક છે. આવા કિસ્સા દેખાડે છે કે હાર્ટની સમસ્યાઓ યુવાનો માટે સાયલન્ટ કિલર બની રહી છે. ગરબા તો એક પ્રકારની શારીરિક કસરત જ છે, ત્યારે સવાલ એ થાય કે ગરબા રમતી વખતે કોઈ કેવી રીતે જીવ ગુમાવી શકે. જો કે આમ થઈ રહ્યું છે. આ પ્રકારના બનાવો માટે કોલેસ્ટ્રોલ, સુગર અને બ્લડ પ્રેશરની તકલીફ કારણરૂપ હોઈ શકે છે. ધૂમ્રપાન અને કસરતનો અભાવ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટને લગતી સમસ્યા હોય, પણ તેને અવગણવામાં આવે, ત્યારે તે ઘાતક સાબિત થાય છે. 

ગરબા ગ્રાઉન્ડ પર તબીબોની ટીમ હાજર રહેશે 
નવરાત્રી દરમિયાન આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી મહોત્સવ ગુજરાતીઓ માટે શક્તિનો મહિમા છે. ગરબાના ખાનગી આયોજકોએ આરોગ્યની ટીમ રાખવી ફરજિયાત કરી છે. આ વખતે મોટી નવરાત્રી થતી હશે ત્યાં ખાસ કાળજી રાખવામાં આવશે. ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની વ્યવસ્થા રહેશે. કોઈપણ પ્રકારના બનાવમાં આરોગ્યની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. CHC અને PHC સેન્ટરમાં પણ આ મુજબની સૂચના આપવામાં આવી છે. ગરબાના આયોજકો દ્વારા પણ આ વ્યવસ્થા કરવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમની રાખવાની વ્યવસ્થા આયોજકોએ કરવાની રેહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news