હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના કાળમાં એક પણ ડોક્ટરનું રાજીનામું નહિ સ્વીકારવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. નીતિને પટેલે કહ્યું કે કેટલાક તબબીઓ રાજીનામાં આપ્યા છે. પરંતુ અમે એક પણ તબીબનું રાજીનામું સ્વીકાર્યું નથી. કોરોનામાં ડૉક્ટરોની જરૂર છે. એટલે એક પણ ડૉક્ટરના રાજીનામાનો સ્વીકાર નહીં કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રિ કરફ્યૂની જાહેરાત કરતા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી હોસ્પિટલોમાં કામ કરતા તબીબોને લઈને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ડોક્ટરોએ રાજીનામા મૂક્યા છે. મારા તરફથી અને આરોગ્ય વિભાગ દ્વારા આ રાજીનામા સ્વીકારાયા નથી. અમે બધા તબીબોને કહ્યું છે કે, જ્યા સુધી કોરોના સંક્રમણ પૂરુ ન થાય ત્યાં સુધી તેઓને નાગરિકોને હાલ સેવાની જરૂર છે. કોઈપણ ડોક્ટર કોઈ પણ કક્ષાના હશે તેમનુ રાજીનામુ રાજ્ય સરકાર મંજૂર નહિ કરે. ખાસ બીમારી ધરાવતા ગણ્યાગાંઠ્યા ડોક્ટરોના રાજીનામા અમે મંજૂર કર્યાં છે. કેટલાક ગંભીર બીમારી જેવા કેટલાક ખાસ કિસ્સામાં જ તબીબોના રાજીનામાનો સ્વીકાર થશે. બાકી કોરોના કાળમાં કોઈ પણ ડોક્ટરનું અમે રાજીનામું નહીં સ્વીકારીએ. પરંતુ મોટાભાગના સ્વસ્થ છે, તંદુરસ્ત છે અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવા માંગે છે તેમાંનું કોઈનુ રાજીનામુ અમે મંજૂર કર્યાં નથી, અને હાલ મંજૂર નહિ થાય.  


આ પણ વાંચો : અમદાવાદમાં આ કેમ્પસની આજુબાજુ પણ ન ભટકતા, અત્યાર સુધી 191 લોકો પોઝિટિવ થયા છે  



મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી નિવૃત્તિ નજીકના ડોકટરોએ નિવૃત્તિ માટે અરજી કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત છેલ્લા બે, ત્રણ મહિનામાં નિવૃત થવાના હોય તેવા તબીબોએ રાજીનામા આપ્યા છે. આ તમામ તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા માગે છે. પરંતુ કોરોના કાળમાં તબીબોની સરકારી હોસ્પિટલોમાં જરૂર હોવાથી હાલ કોઈ પણ તબીબનું રાજીનામું નહીં સ્વીકારવામાં આવે તેવી સરકારે સ્પષ્ટતા કરી છે. 


આ પણ વાંચો : ‘હું પણ રાજપૂત છું, અને પત્નીને ઘરકામમાં મદદ કરું છું...’ રિવાબાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવ્યું