અમદાવાદમાં આ કેમ્પસની આજુબાજુ પણ ન ભટકતા, અત્યાર સુધી 191 લોકો પોઝિટિવ થયા છે

અમદાવાદમાં આ કેમ્પસની આજુબાજુ પણ ન ભટકતા, અત્યાર સુધી 191 લોકો પોઝિટિવ થયા છે
  • દેશની નામાંકિત સંસ્થા IIM અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે
  • અત્યાર સુધી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ અન્ય સ્ટાફ સહિત કુલ 191 લોકો કોરોનાના શિકાર થયા

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના આઈઆઈએમ કેમ્પસ (IIM ahmedabad) માં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. IIMA કેમ્પસમાં ધીરે ધીરે કરીને કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે. IIMAમાં અત્યાર સુધી કુલ 191 લોકો કોરોના પોઝિટિવ થયા છે.  કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ અન્ય સ્ટાફ સહિત કુલ 191 લોકો કોરોનાના શિકાર થયા છે. 

દેશની નામાંકિત સંસ્થા IIM અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દિન પ્રતિદિન કેમ્પસમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ અન્ય સ્ટાફ સહિત કુલ 191 લોકો કોરોનાના શિકાર (corona case) થયા છે. આ 191 લોકોમાં 86 વિદ્યાર્થી, 4 ફેકલ્ટી, 60 સ્ટાફના સભ્યો તેમજ 41 અન્ય લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. IIM અમદાવાદમાં હજુ પણ 54 જેટલા લોકો કોરોનાગ્રસ્ત છે. અત્યાર સુધીમાં 137 લોકો રિકવર થઈ ચૂક્યા છે. છેલ્લા 20 દિવસમાં માત્ર IIM અમદાવાદ કેમ્પસમાંથી જ 70 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 12 માર્ચ બાદથી IIM અમદાવાદમાં કોરોનાએ શરૂ કરેલી સફર હજુ સુધી યથાવત છે. 

‘હું પણ રાજપૂત છું, અને પત્નીને ઘરકામમાં મદદ કરું છું...’ રિવાબાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવ્યું 

ક્રિકેટ મેચ જોઈને આવેલા 5 વિદ્યાર્થીઓને કારણે કેમ્પસમાં કોરોના ફેલાયો 
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચે મેચ જોઈને આવેલા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. મેચ જોયા બાદ કોરોનાથી સંક્રમિત થયેલા IIMના પાંચ વિદ્યાર્થીઓએ કોરોના થયાની વાત છુપાવી હતી. મેચ જોવા ગયેલા છ પૈકી પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવા છતાં પરીક્ષા આપી હતી. સંક્રમિત વિદ્યાર્થીઓએ IIM અમદાવાદની જગ્યાએ પોતાના ઘરનું એડ્રેસ લખાવ્યુ હતું. પાંચ વિદ્યાર્થીઓની બેદરકારીના કારણે IIM અમદાવાદ કોરોના હોટસ્પોટ બન્યું છે. 12 દિવસમાં અમદાવાદ IIMમાં કુલ 45 લોકોને કોરોના થયો છે.

શિક્ષકો-કર્મચારીઓ રસી લઈ લે 
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને પત્ર લખ્યો છે. જેમાં કોરોનાની વેક્સીન તમામ શિક્ષકો અને કર્મચારીઓને લઈ લેવા તાકીદ કરાઈ છે. શહેરમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અનેક શિક્ષકો પૈકી અન્ય કર્મચારીઓએ રસી નાં લીધી હોવાનું ધ્યાને આવતા કોરોનાની રસી લેવા અપીલ કરી છે. તેમજ બાકી રહી ગયેલા શિક્ષકો અને કર્મચારીઓને ઝડપથી રસી લેવા જણાવવામાં આવ્યું છે. આચાર્યોને અંગત રસ લઈ શાળાના તમામ શિક્ષક અને કર્મચારીઓ રસી લે તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. 

મોજીલો રાજકોટિયન : 73 દિવસ થાક્યા વગર 8165 કિલોમીટરનો બાઇક પ્રવાસ કર્યો

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. શહેરમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવીડ હોસ્પિટલમાં 58 ટકાથી વધુ બેડ દર્દીથી ભરાયા છે. તો 81 ખાનગી કોવીડ હોસ્પિટલમાં કુલ 2,967 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. 2,967 બેડમાંથી હાલ 1744 બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ, 1223 બેડ ઉપલબ્ધ છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનના 1187 બેડ ફાળવાયા, 658 દર્દીઓ સારવાર હેઠળ, 529 આઈસોલેશનના બેડ ખાલી છે. 1127 HDUના બેડ ફાળવાયા, 707 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 420 HDU બેડ ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં 422 ICU વિથઆઉટ વેન્ટીલેટરના બેડ ફાળવાયા, 243 પર દર્દીઓ સારવાર હેઠળ, 179 બેડ ખાલી છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટીલેટરના 231 માંથી 136 બેડ ફૂલ, જ્યારે 95 જેટલા ICU વિથ વેન્ટીલેટરના બેડ ખાલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news