ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે. પરંતુ બિલ્કીસ બાનો રેપ કેસના આરોપીઓને છોડવા મામલે બંને વચ્ચે સંવાદિતા ન હોવાની વાત સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આરોપીઓને છોડવામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સની અવગણના કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન જે કેદીઓને છોડવા માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી હતી, તેમાં રેપ કેસના આરોપી સામેલ ન હતા. તેમ છતાં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો રેપ કેસમાં આજીવન કેસની સજા ભોગવી રહેલા 11 આરોપીઓને છોડી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે આ આપી હતી માર્ગદર્શિકા
આ વર્ષે જૂનમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેના અંતર્ગત જેલમાં લાંબા સમયથી સજા ભોગવી રહેલા આરોપીઓને છોડવા માટે સ્પેશિયલ પોલિસીની દરખાસ્ત આપવામાં આવી હતી. જોકે, તેમાં રેપ કેસમાં સજા ભોગવી રહેલા આરોપીઓને છોડવાની કોઈ જોગવાઈ નહોતી. આને તકનીકી રીતે જુઓ તો બિલ્કીસ બાનો રેપ કેસના આરોપી આ ગાઈડલાઈન અનુસાર છોડવામાં આવી શકતા નથી. પરંતુ આ મામલે ગુજરાત સરકારે તેમની પોલિસનું પાલન કર્યું અને માફી અરજી પર સુપ્રિમ કોર્ટ દ્વારા મે મહિનામાં આપવામાં આવેલા નિર્દેશો મુજબ તેમને જેલમાંથી છોડવામાં આવ્યા.


આ પણ વાંચો:- સુરતમાં પોલીસની ડંડાવાળી, સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા ABVP અને AAP વચ્ચે બબાલ


ક્રાઇટેરિયાનું સંપૂર્ણ રીતે પાલન નથી
જોકે, તેમ છતાં ગુજરાત સરકારનો આ નિર્ણય રેપ કેસના આરોપીઓને ન છોડવાના કેન્દ્ર સરકારના સિદ્ધાંતની વિરૂદ્ધ ગયો છે. માત્ર એટલું જ નહીં, ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં એક પોઇન્ટ એ પણ છે કે આજીવન કેદની સજા ભોગવનારને પણ છોડવાના નથી. આ પ્રકારે પણ બિલ્કીસ બાનો રેપ કેસના 11 આરોપીઓ આ ક્રાઈટેરિયાને ફોલો કરતા નથી. ત્યારે ગોધરા સબજેલથી બહાર આવ્યા બાદ આરોપીઓને મિઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું. જેલથી બહાર આવ્યા બાદ અરજી કરનાર રાધેશ્યામ શાહે તેના પર ખુશી વ્યક્ત કરી હતી. તેમની અરજી પર છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાધેશ્યામે કહ્યું કે, હવે હું મારા પરિવારને મળીશ અને એક નવા જીવનની શરૂઆત કરીશ.


આ પણ વાંચો:- ભારે વરસાદના કારણે સર્જાઈ તારાજી, મેશ્વો નદીના વહેણમાં બે પરિવારના 14 લોકો ફસાયા


2002 માં બની હતી ઘટના
ઉલ્લખેનીય છે કે, 2002 માં ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો સાથે ગેંગરેપ થયો હતો. આ દરમિયાન તેના પરિવારના કેટલાક સભ્યોની હત્યા પણ કરવામાં આવી હતી. તે સમયે બિલ્કીસ બાનોની ઉંમર 21 વર્ષ હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી પણ હતી. 3 માર્ચ 2002 ની આ ઘટનામાં બિલ્કીસના પરિવારના 6 સભ્યો સાથે તે માસૂમ બાળકીની પણ હત્યા કરવામાં આવી હતી. 2008 માં મુંબઇ સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આ મામલે 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી. તમને જણાવી દઈએ કે આરોપીઓને છોડવા પર બિલ્કીસ બાનોના પરિવારે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે છે તેમને આ પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી ન હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube