સુરતમાં પોલીસની ડંડાવાળી, સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા ABVP અને AAP વચ્ચે બબાલ

દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સેનેટનું આજે પરિણામ જાહેર થવાનું છે. જોકે, સેનેટ ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા જ વાતાવરણ ગરમાયું છે. યુનિવર્સિટી કેમ્પસમાં મારામારીની ઘટના સામે આવી છે

સુરતમાં પોલીસની ડંડાવાળી, સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા ABVP અને AAP વચ્ચે બબાલ

ચેતન પટેલ, સુરત: સુરતમાં સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા જ વાતાવરણ ગરમાયું છે. બે વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારી બાદ ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. આ મારામારીની ઘટનામાં AAP ના કાર્યકર્તાને માર મરાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં ABVP સંગઠન દ્વારા ABVP ની મહિલા કાર્યકરને અશ્લીલ ઈશારા કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. 

દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સેનેટનું આજે પરિણામ જાહેર થવાનું છે. જોકે, સેનેટ ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા જ વાતાવરણ ગરમાયું છે. યુનિવર્સિટી કેમ્પસમાં મારામારીની ઘટના સામે આવી છે. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી થઈ હતી. CYSS અને ABVP વિદ્યાર્થી સંગઠન સામસામે આવી ગયા હતા. જોકે, મારામારીને રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

આ મારામારીમાં AAP ના કાર્યકર્તાને માર મરાયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત થતા શખ્સને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, આ ઘટના દરમિયાન મામલો શાંત પાડવા જતા પોલીસ અને ABVP વિદ્યાર્થી સંગઠન વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસ દ્વારા વિદ્યાર્થી સંગઠન પર ડંડાવાળી કરી હતી. આ સમગ્ર ઘટના મામલે ABVP ની મહિલા કાર્યકરને અશ્લીલ ઈશારા કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news