ગુજરાત સરકારની રાજકોટ-અમદાવાદને ખાસ ભેટ, બંને શહેરો વચ્ચે દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ-અમદાવાદને વધુ એક ભવ્ય ભેટ આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ (semi-high speed rail) માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 11300 કરોડ રૂપિયા થશે, જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.
અમદાવાદ :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ-અમદાવાદને વધુ એક ભવ્ય ભેટ આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ (semi-high speed rail) માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 11300 કરોડ રૂપિયા થશે, જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.
સુરત : કસ્ટોડિયલ ડેથ કેસમાં છેલ્લાં કેટલાક મહિનાથી ફરાર PI મોહન ખીલેરી આખરે આજે હાજર થયા
ગુજરાતની રૂપાણી સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. આ રૂટ પર ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રનાં અને બીજા શહેરોની કનેક્ટિવિટી વધશે અને મુસાફરોનાં સમય સાથે ઈંધણ પણ બચશે.
કેનાઈન વાયરસથી મુક્ત થયેલા 33 સિંહોને જંગલમાં નહિ છોડાય, લેવાયો આ નિર્ણય
અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે 9 ટકાના દરે વધી રહી છે. 2007માં બંને શહેરો વચ્ચે દર વર્ષે 19 લાખ લોકો મુસાફરી કરતા જે 2017માં વધીને પ્રતિવર્ષ 45 લાખ થઈ ગયા. નવા સેમી હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર 3 કલાકથી પણ ઓછું થઈ જશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વર્ષે 50 લાખ જેટલા પેસેન્જર્સ ટ્રાવેલ કરે છે. આથી બંને શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર થતાં લાખો-કરોડો લોકોને આ પ્રોજેક્ટનાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.
નકલી નોટ કૌભાંડ : અંબાવના સ્વામીનારાયણ મંદિર વિશે વડતાલ મંદિરે ચલાવ્યું જુઠ્ઠાણુ?
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક છે. તે જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવા માટે તથા કેટલાક સર્વે કરવા માટે કહ્યું છે. સરકાર અમદાવાદ-મુબંઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ઈચ્છે છે. અંદાજ મુજબ આ પ્રોજેક્ટ માટે 11300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે. આ પ્રોજેક્ટથી આગામી 30 વર્ષ સુધી 2300 ડાઈરેક્ટ અને 7300 ઈનડાયરેક્ટ નોકરીઓની તકો સર્જાશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube