નકલી નોટ કૌભાંડ : અંબાવના સ્વામીનારાયણ મંદિર વિશે વડતાલ મંદિરે ચલાવેલું જુઠ્ઠાણુ સામે આવ્યું, કનેક્શન ખૂલ્યું
નકલી નોટ કૌભાંડ: રૂપિયા 1 કરોડ 26 હજારની બનાવટી ચલણી નોટ (Fake currency) સાથે સ્વામીનારાયણ સાધુ રાધારમણ સ્વામી (Radharam Swami) ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વડતાલ સંચાલિત આશ્રમને તીર્થધામ વડતાલ સાથે કોઈ કનેક્શન ન હોવાનું વડતાલ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ બીજી તરફ વડતાલ મંદિર (Vadtal mandir) ની સામે આવેલી તસવીરો તો કંઈક અલગ જ વાત સાબિત કરે છે. વડતાલ મંદિરના વેબસાઈટ પર મૂકાયેલી તસવીરોમાં ખુદ રાધારમણ સ્વામી દેખાઈ રહ્યાં છે. તો બીજી તરફ મંદિર આશ્રમ સાથે કોઈ કનેક્શન ન હોવાનું કહી રહી છે. ત્યારે આ મામલે હવે હરિભક્તોમાં ચર્ચા શરૂ થઈ છે.
Trending Photos
અમદાવાદ :રૂપિયા 1 કરોડ 26 હજારની બનાવટી ચલણી નોટ (Fake currency) સાથે સ્વામીનારાયણ સાધુ રાધારમણ સ્વામી (Radharam Swami) ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વડતાલ સંચાલિત આશ્રમને તીર્થધામ વડતાલ સાથે કોઈ કનેક્શન ન હોવાનું વડતાલ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ બીજી તરફ વડતાલ મંદિર (Vadtal mandir) ની સામે આવેલી તસવીરો તો કંઈક અલગ જ વાત સાબિત કરે છે. વડતાલ મંદિરના વેબસાઈટ પર મૂકાયેલી તસવીરોમાં ખુદ રાધારમણ સ્વામી દેખાઈ રહ્યાં છે. તો બીજી તરફ મંદિર આશ્રમ સાથે કોઈ કનેક્શન ન હોવાનું કહી રહી છે. ત્યારે આ મામલે હવે હરિભક્તોમાં ચર્ચા શરૂ થઈ છે.
આરોપી રાધારમણ સ્વામી સહિત પ્રવીણ ચોપડા, કાળું ચોપડા, મોહમ વાઘરડે અને પ્રતીક નામના આરોપીઓ પકડાયા હતા. ખેડાના સ્વામીનારાયણ મંદિર પરિસરમાં બનાવટી ચલણી નોટો સ્વામી અને તેના સાગરિતો દ્વારા છાપવામાં આવતી હતી. બનાવટી ચલણી નોટોની હેરાફેરી માટે પ્રસાદના બોક્સનો ઉપયોગ કરાતો હતો. ત્યારે રાધારમણ સ્વામીના અનેક મોટા નેટવર્ક હતા. ત્યારે રાધારમણ સ્વામી આશ્રમનો સુપેરે ઉપયોગ કરી લેતા હતા. છેલ્લા બે મહિનાથી ઈશ્રમમાં ડુપ્લીકેટ નોટો છાપવામાં આવી રહી હતી.
મંદિરની વેસબાઈટ પર રાધારમણ
વડતાલ મંદિર દ્વારા ઠાસરા તાલુકાના અંબાવમાં આવેલ સ્વામીનારાયણ આશ્રમ સાથે કોઈ લેવાદેવા નથી તેવું મંદિર દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે વડતાલ મંદિરની વેબસાઈટ પર જ અંબાવ મંદિરના ખાતમુહૂર્તની તસવીરો સ્પષ્ટ જોઈ શકાય છે. તો સાથે જ કૌભાંડી રાધારમણ સ્વામી ચેરમેન દેવસ્વામી સાથે પૂજા કરતો હોય તેવી તસવીર વેબસાઈટ પર મૂકાયેલી છે. 12 માર્ચ, 2015ના રોજ અંબાવના મંદિરના ખાતમુહૂર્તિની આ તસવીર છે. તો સાથે જ વડતાલ મંદિર સાથેનું તેમનું અન્ય એક કનેક્શન પણ ખૂલ્યુ છે.
વડતાલ મંદિરે ચૂંટણી સમયે તમામ સંતોનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં કૃષ્ણચરણદાસજીના સેવક તરીકે રાધારમણનો નંબર 122માં ક્રમે છે. તો સાથે જ પ્રેમનંદનદાસજીનો ઉલ્લેખ 123માં ક્રમે કરાયેલો છે, જેઓ હાલ અંબાવ આશ્રમમાં રાધારમણના ગુરુ છે. ત્યારે જો વડતાલ મંદિર રાધારમણ અને અંબાવ મંદિર સાથે પોતાનું કનેક્શન સ્વીકારતી ભલે ન હોય, તસવીરો તેનો પુરાવો છે. તો અન્ય એક પુરાવા પર નજર કરીએ તો, વડતાલમાં હાલમાં ઉજવાયેલા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકામાં વડતાલ તાબાનાં તમામ મંદિરોના સંતોનાં નામનો ઉલ્લેખ હતો, જેમાં રાધારમણદાસજી સ્વામીનો ઉલ્લેખ કરાયો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે