Gujarat Government : ગુજરાત સરકારે નવા વર્ષમાં રાજ્યના નાગરિકોને નવી મહાનગરપાલિકાની ભેટ આપી છે. ત્યારે આ એક જાહેરાતથી આ વિસ્તારના નાગરિકોને મોટો ફાયદો થશે. પરંતુ આજે નવી રચાયેલી નવ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. 


તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે. 


નવી રચાયેલી મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે કલેક્ટર રહેશે. જિલ્લા કલેક્ટરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. કમિશ્નર ઉપરાંત કલેક્ટરો વહીવટદાર તરીકે કામ કરશે. કમિશ્નર કોર્પોરેશનની દૈનિક કામગીરી પર દેખરેખ રાખશે. તો કલેક્ટર પાસે જ્યુડિશિયલ પાવરના કારણે નીતિવિષયક નિર્ણયો લેવાના રહેશે. નવી બોડી રચાય ત્યાં સુધી કલેક્ટર વહીવટદાર હશે. 


ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ, જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ


પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં વહીવટી શાસન અમલમાં આવ્યું. પોરબંદર મહાનગર પાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ પોરબંદર કલેક્ટરે સંભાળ્યો. મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીએ ચાર્જ સંભાળ્યો. કમિશનર તરીકે એચ.જે.પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર તરીકે એચ.વી.પટેલ તથા મનન ચતુર્વેદીની નિમણૂંક કરાઈ.