ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ, જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ
Gujarat Weather : રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. જો કે, હાલ પૂર્વના પવનો ફુંકાઈ રહ્યા હોવાથી આંશિક રીતે ઠંડીથી રાહત મળી છે. આ સાથે જ આવતા અઠવાડિયાથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ડિસેમ્બર મહિના કરતા આ જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડશે. આ સાથે ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. લૉ પ્રેશરના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની શક્યતા છે. જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં વારંવારમાં પલટો આવી શકે છે.
જાન્યુઆરીમાં ફરી આવશે માવઠું
છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે.

આ દિવસોમાં આવશે કમોસમી વરસાદ
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
Trending Photos