Gift City Liquor Permission : આમ તો આખા ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ દારૂબંધી કહેવાતી છે. બુટલેગરો પાસેથી પકડાતો દારૂ કાયદાના લીરેલારા ઉડાવે છે. પરંતું આ તો વાત બિનકાયદેસર થઈ. પરંતુ ગુજરાતમાં કાયદેસર રીતે પણ પુષ્કળ દારુ પીવાય છે. પરમીટનો આંકડો કહે છે કે, ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય છે. રાજ્યમાં વર્ષ 2023 ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ હોવાની વિગતો ખુદ સરકારે વિધાનસભામાં આપી છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દારૂની પરમીટ લઈને દારૂ પીનારાઓનો રાફડો ફાટ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને દારૂના પરવાનાથી કરોડોની આવક થઈ
કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નમાં સરકારે માહિતી આપી છે. જેમાં સરકારે જણાવ્યું કે,  રાજ્યમાં વર્ષ 2023 ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમીટ છે. છેલ્લા 3 વર્ષમાં 14 હજાર 696 દારૂની પરમીટ માટે નવી અરજીઓ મળી છે. જ્યારે 30 હજાર 112 લોકોની દારૂની પરમિટ રીન્યુ કરવામાં આવી છે. સરકારને દારૂના પરવાનાથી કરોડોની આવક થઈ છે. 3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ સરકારને 8 કરોડ 75 લાખ 87 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. તો 3 વર્ષમાં દારૂના રીન્યુ પરવાના હેઠળ 29 કરોડ 80 લાખ 33 હજાર 300 રૂપિયાની આવક થઈ છે. છેલ્લા 3 વર્ષમાં સરકારને દારૂના પરવાના હેઠળ 38 કરોડ 56 લાખ 20 હજાર 600 રૂપિયાની આવક થઈ છે. 


આને તમે આઠમી અજાયબી જ કહેશો! રિલાયન્સે બનાવેલું વનતારા પ્રાણીઓની સ્વપ્ન નગરી છે


જોકે, તાજેતરમાં જ એક માહિતી સામે આવી હતી. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવામાં છૂટ આપવામાં આવી છે. તે પહેલા સરકારે સ્વાસ્થ્યના આધાર પર દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી. જેની સંખ્યા 3 વર્ષમાં 58 ટકા સુધી વધી ગઈ. આ જાણકારી રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના આંકડાઓથી મળી છે. આંકડા મુજબ ગુજરાતમાં હવે 43470 પરિમિટ ધારકો છે. 


કોને મળે છે દારૂની પરમીટ
જે લોકોને સ્વાસ્થ્યના આધાર પર દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે તે સિવાય વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના લોકોને ગુજરાત પ્રવાસ દરમિયાન વધુમાં વધુ એક અઠવાડિયાના સમયગાળા માટે દારૂ ખરીદવાની મંજૂરી મળે છે. 


200 હાથી, 300 જંગલી પ્રાણી, 1200 સાપનું ઘર એટલે અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’


આંકડા મુજબ અમદાવાદ જિલ્લો 13456 દારૂ પરમિટ સાથે ટોપ પર છે. ત્યારબાદ સુરતમાં 9238 દારૂ પરમિટ, રાજકોટમાં 4502, વડોદરામાં 2743,  જામગનરમાં 2039 દારૂ પરમિટ, ગાંધીનગર 1851 અને પોરબંદર 1700 પરમિટ સાથે યાદીમાં છે. એક અન્ય આંકડા મુજબ ગુજરાતની 77 હોટલોને પરમિટ ધારકોની સાથે સાથે દેશના અન્ય ભાગો કે વિદેશથી રાજ્યમાં આવનારા લોકોને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂ પરમિટ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ એ જાહેર કરનારું પ્રમાણ પત્ર આપે કે અરજીકર્તાના સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન જરૂરી છે. 


ગુજરાતના દરેક ખેડૂતે જાણવા જેવા સમાચાર, સરકારે આ પાક માટે જાહેર કર્યા ટેકાના ભાવ