Vadodara: વડોદરામાં પૂર બાદ ગુજરાત સરકારે પૂરગ્રસ્ત લોકો માટે સહાયની જાહેરાત કરી દીધી છે. જી હા...પૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાને લઇ સરકારનું મોટું એલાન કરવામાં આવ્યું છે. જેમાં સરકારે લારી-ગલ્લા-દુકાનદારોને અલગ અલગ સહાય કરી છે. લારીધારકોને સરકાર રૂપિયા 5 હજારની સહાય મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભારે વરસાદ બાદ વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વિનાશ વેર્યો હતો. ત્યારબાદ વડોદરાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જેમાં લોકોનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આમાંથી બહાર આવતા લોકોને ઘણા દિવસો લાગી ગયા. હવે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે. દૂકાનદારોના કેસમાં ત્રિમાસિક GST રિટર્નને ધ્યાનમાં રાખી સહાય અપાશે. 


  • લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય.

  • 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય

  • 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની રોકડ સહાય

  • નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય

  • માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7% ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.


નોંધનીય છે કે, સહાય માટે મહાનગર પાલિકા કમિશ્નર અને મામલતદારને અરજી કરવાની રહેશે. આ માટે આગામી 31 ઑક્ટોબર, 2024 સુધીમાં સહાય માટેની કરવાની કરવાની રહેશે. 


ઉલ્લેખનીય છે કે વડોદરામાં વેપારીઓ માટે સહાયની જાહેરાત બાદ હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતાએ સવાલો ઉઠાવી રહ્યા છે કે, ઘર-વખરી માટે નુકસાનીની સહાય કેમ નહીં? રહેણાંક વિસ્તારમાં નુકસાની માટે સહાય નથી અપાઇ રહી.