ગુજરાતના બાળકો ગંભીર બીમારીના શિકાર બન્યા, સ્વાસ્થ્ય સ્ક્રિનિંગમાં થયો ખુલાસો
Health Mission : 8 માસમાં રાજ્યમાં 88 લાખ બાળકોનું કરાયું સ્વાસ્થ્ય સ્ક્રિનિંગ... 3 હજારથી વધુ બાળકોમાં મળી કિડની, હાર્ટ, કેન્સર જેવી ગંભીર બીમારી...
Health Mission હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં આઠ માસમાં રાજ્યમાં 88 લાખ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રિનિંગ કરવામા આવ્યું હતું. આ સ્વાસ્થ્ય સ્ક્રિનિંગ દરમિયાન ૩,૧૯૫ બાળકોને કિડની, હૃદય અને કેન્સર જેવી ગંભીર બીમારી સામે આવી છે. ગંભીર બીમારીઓની બાળકોની સારવાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 6 લાખ 47 હજાર બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ થયું. જેમાં 210 બાળકોમાં હાર્ટ, 742 બાળકોમાં કિડની અને 337 બાળકોની કેન્સરની બીમારીઓ જોવા મળી. આ આંકડા બતાવે છે કે, ગુજરાતના બાળકો કેટલા બીમાર છે.
શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૮ મહિનામાં રાજ્યના ૮૮ લાખથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા ૮ મહિનામાં દર મહિને ૧૧ લાખ જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સ્ક્રીનીંગ દરમિયાન ૩૧૯૫ બાળકોમાં નિદાન થયેલ કિડની, હ્રદય, કેન્સર સહિતની બીમારી દેખાઈ હતી, જેની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી. કિડની, લીવર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી ખર્ચાળ સર્જરી પણ આ યોજના અંતર્ગત સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલ્ધ કરાઈ. તેમજ બાળકોને 4D ( બર્થ ડિફેક્ટ, ડેવપલમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી) માટે મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા ચકાસણી કરવામા આવી.
આ પણ વાંચો :
રાજ્યમાં ૧૦૦૦ જેટલી RBSK મોબાઇલ હેલ્થ ટીમ કાર્યરત
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એપ્રિલ-૨૦૨૨ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૩માં સુધીમાં રાજ્યના ૮૮ લાખ ૪૯ હજાર ૮૦૯ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ - સ્ક્રીનીંગ કરવામાં આવી છે. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતા સ્ક્રીનીંગ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધું ૬ લાખ ૪૭ હજાર ૫૦૨ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લામાં ૪.૬૪ લાખ,સુરત કોર્પોરેશનમાં ૪.૫૩ લાખ,કચ્છમાં ૪.૪૪ લાખ, અમદાવાદ કોર્પોરેશનમાં ૩.૯૨ લાખ, મહેસાણામાં ૩.૯૦ લાખ,આણંદમાં ૩.૮૭ લાખ , રાજકોટમાં ૩.૨૭ લાખ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. રાજ્યાના કેટલાક જિલ્લાઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સ્ક્રીનીંગના નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૦ ટકા થી વધુ પુર્ણ કર્યા છે. જેમાં સુરત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ ૧૬૫ ટકા કામગીરી થઇ છે.
આ પણ વાંચો :
એક કાંકરે બે પક્ષી મારતા બનાસકાંઠાના ખેડૂતો, ‘ઝટકા’ જુગાડથી ખેતીને ભૂંડના ત્રાસથી બચાવી
રાજ્યના ૮૮.૪૯ લાખ સ્ક્રીનીંગ થયેલ બાળકોમાંથી ૩૧૯૫ જેટલા બાળકોમાં કિડની, હ્રદય, કેન્સર જેવી વિવિધ બિમારીઓનું નિદાન થયું હતુ. જેની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. જેમાં ૨૧૧૦ બાળકોની હ્રદયરોગ સંબધિત સારવાર, ૭૨૪ કિડનીની સારવાર, ૩૩૭ કેન્સરની સારવાર આપવામાં આવી છે.૧૩ બાળકોના કીડની ટ્રાન્સપ્લાન્ટ, ૧૦ બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને ૧ બાળકના લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર પણ આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરીને બાળકોને લાભ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઇ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગણવતા સભર સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે.
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧ર માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે. રાજ્યમાં કુલ ૧૦૦૦ જેટલી RBSK(રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે.દરેક ટીમમાં બે આયુષ ડોક્ટર (મેલ અને ફિમેલ) એક ફાર્માસીસ્ટ અને એક સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાતી વિદ્યાર્થીએ કાઠુ કાઢ્યું, રમતા-રમતા વિજ્ઞાન-ગણિત ભણી શકાય તેવી મોબાઈલ ગેમ બનાવી