ઝી મીડિયા/બ્યૂરો :મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે. આ મામલે મુખ્યમંત્રીએ ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. ત્યારે ગુજરાતમાં હવે ગુંડાગર્દી કરનારાઓની ખેર નથી. કારણ કે, હવેથી ગુંડાગર્દી કરનારાઓ પર કાયેદસરની કાર્યવાહી થશે અને તેમની મિલકત પણ ટાંચમાં લઈ શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણામાં ફેમસ ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો.....
 
આ ઓર્ડિનન્સમાં મહત્વપૂર્ણ જોગવાઇઓ કરાઈ છે. જેમ કે... 


  • ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરશે

  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે

  • ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે


ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ, સૂકા પ્રદેશો પણ હવે જળબંબાકાર થવા લાગ્યા


આ સાથે જ સમગ્ર મામલામાં સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક બની રહેશે. દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, વ્યાજખોરી, અપહરણ, ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા કૃત્યોને નાશ કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે. તો સાથે જ ગુંડાઓ, જમીન કૌભાંડકારો, ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નાબૂદ કરવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ છે. 


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિકારી નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત હવે જુગારની પ્રવૃત્તિ કરવી, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધિરનાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતિય સતામણી કરવી જેવા ગુના કરનાર તત્વો સામે પાસાનું શસ્ત્ર રાજ્ય સરકાર અપનાવશે. 


ગુજરાતના આ ન્યૂઝ પર કરો એક નજર....


નર્મદાના પૂરે એકનો ભોગ લીધો, આજથી નર્મદા ડેમની સપાટી વધારવાનું શરૂ કરાશે