મહેસાણામાં ફેમસ ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો.....

કાજલ મહેરિયા ગુજરાતની મહિલા સિંગરમાં જાણીતું નામ છે. તેમના અનેક ગીતોએ પોપ્યુલારિટીના રેકોર્ડ તોડ્યા છે

મહેસાણામાં ફેમસ ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો.....

તેજસ દવે/મહેસાણા :મહેસાણીમાં ગુજરાતના જાણીતા સિંગર કાજલ મહેરિયા (kajal mehriya) પર હુમલો થયો છે. ‘મળ્યા માના આર્શીવાદ’ ફેમ ગાયિકા કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં બનેલા આ બનાવમાં કાજલ મહેરિયાને લાફો ઝીંકાયો છે. કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો છે. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

કાજલ મહેરિયા ગુજરાતની મહિલા સિંગરમાં જાણીતું નામ છે. તેમના અનેક ગીતોએ પોપ્યુલારિટીના રેકોર્ડ તોડ્યા છે. ગત રોજ કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બાબા ખાનના ઘરે ગયા હાત. ત્યાં અચાનક બાબાખાનના વિરોધીઓ ત્યાં આવી ચઢ્યા હતા. વિરોધી તત્વોની બાબાખાનની સાથે સાથે કાજલ સાથે પણ બોલાચાલી થઈ હતી. જેમાં તેઓએ અપશબ્દો બોલીને કાજલ મહેરિયાને લાફો ઝીંક્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, મૂળ વીસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા. 

તાજેતરમાં મહેસાણાની લોક સિંગર કાજલ મહેરિયાએ ભારતના શહીદ સૈનિકોના સમર્થનમાં આવી લોકોને અપીલ કરી હતી. ચીનને પાઠ ભણાવવા ચીનની વસ્તુઓનું બાયકોટ કરવા અપીલ કરી હતી. કાજલ મહેરિયાએ ટીકટોક અને અન્ય વિદેશી ચીજોનો બહિષ્કાર કર્યો હતો. ટીકટોકમાં 1 મિલિયન સમર્થકો હોવા છતાં કાજલ મહેરિયાએ તેના મોબાઇલમાંથી ટીકટોક એકાઉન્ટ દૂર કર્યું હતું. પોતાના ચાહકોને પણ ટીકટોક તેમજ અન્ય ચાઇના આઇટમો દુર કરવા અપીલ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news