હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય સરકારે આજે રાજ્યભરના કર્મચારીઓના આનંદના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. જેનો લાભ સીધો રાજ્યના 9.61 લાખ કર્મચારીઓને મળશે. આ મોંઘવારી ભથ્થુ જુલાઈ માસના પગાર સાથે જ આપવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : ગુજરાતની આ 3 દીકરીઓને સાપ પકડતી જોઈને લોકો હક્કાબક્કા રહી જાય છે


2 જૂલાઈના રોજ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે તે પહેલા ગુજરાત સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી કર્મચારીઓને 9 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતુ હતું, જેમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમારા નાણાં વિભાગને મોંઘવારી ભથ્થામા વધારો કરવાની દરખાસ્ત આવી હતી. રાજ્યના બધા જ સરકારી કર્મચારીઓ જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને પેન્શનરો મળીને કુલ 961638 કર્મચારીઓને જુલાઇ માસના પગાર સાથે આ લાભ મળશે. આ મોંઘવારી ભથ્થાથી સરકાર તિજોરી પર 1, 071 કરોડનો વાર્ષિક બોજો વધશે. આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.


મોડી રાત્રે વરસેલા વરસાદમાં વલસાડ જળબંબાકાર, કલેક્ટરે એલર્ટ રહેવાની સૂચના આપી


તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યૂઈંગ ગેલેરીમાં આવેલા વરસાદના પાણી મામલે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ અંગેનો રિપોર્ટ મંગાવવામા આવ્યો છે, અને તે અંગે તમામ પગલા લેવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :