Breaking : વાહનોના PUC રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ
ટુ વ્હીલર, ત્રણ પૈડાના વાહનો, લાઈટ મોટર વ્હીકલ તથા મીડિયમ અને હેવી વાહનો માટે પીયુસીના રેટમાં વધારો કરવામાં આવ્યો
મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા હાલ નાગરિકોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યો છે. તો કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાહનોના PUC ના દરમાં ગુજરાત સરકારે વધારો કર્યો છે. તમામ પ્રકારના વાહનોના PUC સર્ટિફિકેટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર, ત્રણ પૈડાના વાહનો, લાઈટ મોટર વ્હીકલ તથા મીડિયમ અને હેવી વાહનો માટે પીયુસીના રેટમાં વધારો કરવામાં આવ્યો છે.
- જેમાં ટુ વહીલર (મોપેડ) ના દર 20 થી વધારી 30 કરાયા છે.
- ત્રણ પૈડાના વાહનોના દર 25 થી વધારીને 60 કરાયા
- લાઈટ મોટર વ્હીકલ (ફોર વ્હીલર પેટ્રોલ) ના દર 50 થી વધારી 80 કરાયા
- મીડિયમ અને હેવી વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો )ના દર 60 થી વધારીને 100 રૂપિયા કરાયા
ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....
ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે
જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો
‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત