હજી પણ સમય છે ભરી દો ફોર્મ, નહિ તો આ સરકારી ભરતીની તક હાથમાંથી જતી રહેશે
Gujarat TAT Exam 2023 : શિક્ષણ બનવા માટેની TAT માધ્યમિક પરીક્ષા 2023 માં 20 મે સુધી અરજી કરી શકાશે. ત્યારે અરજી પ્રક્રિયા, ઠરાવ, સિલેબસ, શૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ વિશે જાણો
tat exm gujarat : સરકારી નોકરીની આશાએ અનેક લોકો બેસ્યા છે. દર વર્ષે અનેક ઉમેદવારો કોઈને કોઈ સરકારી ભરતીની પરીક્ષા આપતા રહે છે. પરંતુ જો તમે શિક્ષક બનવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો આ છેલ્લી તક તમારી પાસે છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB ) એ વર્ષ 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) ગુજરાત ટેટ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત છે. ત્યારે TAT માધ્યમિક પરીક્ષા 2023 ની અરજી પ્રક્રિયાથી લઈને ઠરાવ, સિલેબસ, શૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી આ રહી.
- જાહેરનામું બહાર પાડ્યાની તારીખ - 1 મે, 2023
- ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ તારીખ - 2 મે, 2023
- છેલ્લી તારીખ - 20 મે, 2023
- ફી સ્વીકારવાનો સમયગાળો - 2 મે થી 20 મે, 2023
- પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ - 4 જુન, 2023
- મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ - 18 જુન, 2023
- ઓફિશિયલ વેબસાઈટ https://sebexam.org/
ભાજપનું જબરું પોલિટીક્સ, માવજી દેસાઈ 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ ભાજપની કારોબારીમાં હાજર
બે ભાગમાં પરીક્ષા લેવાશે
આ વખતે પરીક્ષાઓ ટાટ પરીક્ષાની અંદર નવી સિસ્ટમમાં લેવામાં આવશે. જેમાં બે વિભાગમાં પ્રવેશ પરીક્ષાઓ હશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે અને પછી જો તમે તે પરીક્ષામાં લાયક ઠરશો તો મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમાં માર્કસ આવશે. પ્રારંભિક પરીક્ષા કાપવામાં આવશે અથવા તેનાથી ઉપર. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જે વર્ણનના લેખિત સ્વરૂપમાં હશે.
શું વાત કરો છો!! ગુજરાતમાં અહી 50 લાખનું ઘર મળે છે ફક્ત 5 લાખમાં
ટાટ પરીક્ષાની મહત્વની માહિતી
- ઉમેદવારોએ તેમની સ્નાતક અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જરૂરી છે
- ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અનુસ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ
- સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 35 વર્ષ છે.
- અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 40 વર્ષ છે.
- પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે, તો મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.
- આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે.
આપણા નરેન્દ્રભાઈએ ઘર આપ્યું : ગરીબોને પીએમ મોદીએ આપી નવા ઘરની ચાવી આપી
કેવી રીતે એપ્લાય કરશો
- સૌથી પહેલા http://ojas.gujarat.gov.in પર જવું
- Apply Online પર Click કરવું.
- ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી-II(TET-II) નું ફોર્મ ભરવું.
- Apply Now 42 Click squall Application Format માં Application Format, Personal Details ઉમેદવારે ભરવી.
- Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
- અહી જનરેટ થયેલો Application Number Generate સાચવીને રાખવો
- ફોર્મ સબમીટ કર્યા બાદ Confirm Number Generate થશે. જે સાચવી રાખવો. બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે આ નંબર કામ લાગશે
- આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ મોડથી ભરવાની રહેશે.
- ઉમેદવારે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા BANKING/UPI/WALLWT થી પરીક્ષા ફી ભરી શકશે.
ભયાનક વાવાઝોડાની ગુજરાત પર અસર શરૂ, ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે ગુજરાતના આ 12 શહેરો
શા માટે લેવાય છે ટાટની પરીક્ષા
TAT માધ્યમિક પરીક્ષા 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB ) એ વર્ષ 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) ગુજરાત ટેટ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પોસ્ટ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત છે.