ગુજરાતના ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું, સરકારે બંધ કરી 26 યોજના
Agriculture News : આ યોજનાઓ માટે દર વર્ષે રૂ.80 કરોડ ઉપરાંતની નાણાંકીય ફાળવણી પણ કરાતી હતી. જે વર્ષના અંતે વપરાયા વગર એમનેમ પડી રહેતી હતી
Gujarat Government : ગુજરાત સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે તેવુ કહે છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતના ખેડૂતો ખુશ નથી. ગુજરાતમાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓની પોકાર ઉઠતી રહે છે. આ વચ્ચે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક સાથે 26 યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ચોંકાવનારી બાબત તો એ કે, આ યોજનાઓ માત્ર કાગળ પર હતી. સરકાર બજેટમાં તો મોટી મોટી જોગવાઈ કરે છે, પણ તે જોગવાઈ માત્ર કાગળો પર રહે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. આ યોજના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયે જાહેર કરાઈ હતી.
દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટેનું બજેટ જાહેર કરવામાં આવે છે. જેમાં વિવિધ યોજનાઓ અને જોગવાઈ કરાઈ છે, તે મુજબ દરેક વિભાગને બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે કરેલી જાહેરાતો માત્ર ફુલગુલાબી જાહેરાતો જ સાબિત થઈ છે. તેની હકીકત સાવ અલગ છે. કૃષિ વિભાગે 26 એવી યોજનાઓ બંધ કરી છે, જેની જાહેરાત તો થઈ હતી, પરંતુ માત્ર કાગળ પર રહી ગઈ હતી.
અમેરિકા જતા ગુજરાતીઓને હવે ટેન્શન લેવાની જરૂર નથી, પાટીદારો કરશે આ મદદ
આ 26માંથી 18 યોજનાઓ તો વર્ષ 2016 થી લઈને વર્ષ 2021 સુધીના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં જ જાહેર થઈ હતી. આ યોજનાઓ માટે દર વર્ષે રૂ.80 કરોડ ઉપરાંતની નાણાંકીય ફાળવણી પણ કરાતી હતી. જે વર્ષના અંતે વપરાયા વગર એમનેમ પડી રહેતી હતી. આથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે બંધ કરવા આદેશ કર્યા હતા. જેનો મતલબ એ થયો કે સરકારે જાહેર કરેલી યોજનાઓનો કોઈ લાભ ખેડૂતો સુધી મળતો નથી.
કઈ કઈ યોજના બંધ કરાઈ
1.સરલ કૃષિ યોજના
2.પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
3.બારડોલી ખાતર ચકાસણી પ્રયોગશાળા
4.રાજયના ખેડૂતોને શહેરી વિસ્તારમાં ફળો અને શાકભાજીના સીધા વેચાણ માટેની કાયમી સુવિધા આપવાની યોજના
5.સઘન કૃષિ જિલ્લા કાર્યક્રમ (ધાસચારા વિકાસ કાર્યક્રમ)
6.આંતરપાક તરીકે કઠોળ પાકના નિદર્શન
7.ચોખા પાકમાં SRI પધ્ધતિના નિદર્શન
8.સૂર્યપ્રકાશ (ઉર્જા) જંતુ ટ્રેપ ખેતરમાં સ્થાપવા
9.આંતરપાક તરીકે તેલિબિયા પાકના નિદર્શન
10.કૃત્રિમ વરસાદ
11.ઓટોમેટિક વેધર સ્ટેશન
12.સ્થાનવર્તી જીવાત નિયંત્રણ
13.ડાંગ જિલ્લો ૧૦૦% સેન્દ્રિય ખેતી હેઠળ
14.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના
15.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના-TASP
16.ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પાડવાની યોજના-SCSP
17.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન
18.નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM- કેન્દ્ર હિસ્સો-નોર્મલ
19.નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (NMSA) SHM-રાજ્ય હિસ્સો-નોર્મલ
20.રાજ્યના સિમાંત ખેડૂતોને અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના
21.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-નોર્મલ
22.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-એસસીએસપી
23.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો-ટીએએસપી
24.ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પાકોમાં ઇયળોનો ઉપદ્રવ ઘટાડવા ફેરોમેન ટ્રેપ અને દેશી ખાતરનું ડિકમ્પોઝીશન કરવા માટે વેસ્ટ ડિકમ્પોઝર તૈયાર કરવા માટે યોજના
25.એજીઆર-૫૨ ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સીને સંગીન બનાવવી
26.સમાયોજિત બિયારણ એકમની સ્થાપના. (સીડ વેલી ફેડરેશન)
એક યોજના આનંદીબેન પટેલના સમયની હતી, જેમાં ખેડૂતો પોતાના ખેતરોમાંથી શહેરોમાં ફળો અને શાકભાજી શહેરોમાં સીધું વેચાણ કરી શકે તેના માટે કાયમી સુવિધા ઉપલબ્ધ કરાવવાની હતી. તેને પણ બંઘ કરવામાં આવી છે.
ગુજરાતમાં બાબા બાગેશ્વરને કોણે ફેંક્યો પડકાર, કે દરબાર ભરાતા પહેલા જ ચર્ચા શરૂ થઈ