Gujarat Government : ગાંધીનગરમાં પહેલીવાર આજે રાજકીય હલચલ તેજ જોવા મળી છે. તેનું કારણ છે રજાના દિવસે બોલાવાયેલી કેબિનેટ બેઠક. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળમાં પહેલીવાર રવિવારની રજામાં કેબિનેટની બેઠક બોલાવી છે. આ વચ્ચે મોટી ખબર એ આવી છે કે, રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ આજે કેબિનેટ બેઠક બાદ અગત્યના મુદ્દે મીડીયા સંબોધન કરશે. ત્યારે ચર્ચા છે કે, કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગણીનો સરકાર સ્વીકારી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ફિક્સ પેની સમયમર્યાદામાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હાલ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની માંગણીઓનો મુદ્દો ગુજરાત સરકાર માટે પેચીદો બન્યો છે. ત્યારે લાંબા સમયથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની થઈ રહેલી માંગણીઓનો અંત આવે તેવું લાગી રહ્યું છે. આજે સાંજે 4 વાગે કેબિનેટ બેઠક મળવાની છે. તે પહેલા રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે કર્મચારી મંડળના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા તથા બચૂ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય સચિવ રાજ કુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 


સુખી સંપન્ન હીરા ઉદ્યોગપતિની બંને દીકરીઓ લેશે દીક્ષા, વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજી દેશે


બેઠકના મુદ્દા શું હતા
આ બેઠકમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જેમાં વર્ષ 2005 પહેલાના કર્મીઓને જૂની પેન્શન યોજના, 7 માં પગાર પંચના ભથ્થા સંદર્ભે પેન્ડિંગ પ્રશ્નના ઉકેલ અંગે ચર્ચા કરવામા આવી હતી. ત્યારે આજે મળનારી કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે છે. ત્યારે સરકાર કર્મચારી મંડળની માંગણીઓ પર વિચાર કરીને મોટી જાહેરાતો કરી શકે છે. 


'રાજ્ય સરકારને અમે 10 પ્રશ્નોની કરી રજૂઆત'
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં કર્મચારીઓની કેટલીક માગ રાજ્ય સરકારે સ્વીકારી છે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં તેની મંજૂરી અપાશે. ફિક્સ પગાર યોજના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા માટે વાત કરવામાં આવી. કર્મચારી મંડળના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારને અમે 10 પ્રશ્નોની રજૂઆત કરી છે. જેમાંથી સરકાર કેટલીક સ્વીકારે છે તે કાલે ખબર પડશે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને નવરાત્રિ અને દિવાળી સુધરે તેવી આશા છે.


ગુજરાતમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યા