ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યા

Gujarat Politics : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળમાં પહેલીવાર રવિવારની રજામાં બોલાવી કેબિનેટની બેઠક,,, કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી સ્વીકારી શકે છે સરકાર

ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યા

Gujarat Government : ઓચિંતાની કેબિનેટ બેઠક રવિવારે સાંજે બોલાવાતા રાજકીય વિશ્લેષકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં તો મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર અફવાઓએ જોર પકડ્યું છે. કમલમમાં ભાજપના તમામ ધારાસભ્યોને એકાએક તેડું આવતા હવે ચર્ચા વાયુવેગે ફેલાઈ રહી છે કે, હવે શું થશે.  

તમામ ધારાસભ્યોને કમલમ બોલાવાયા 
ગાંધીનગર પ્રદેશ ભાજપ દ્વારા ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને કમલમ બોલાવાયા છે. જેવો ભૂતકાળમાં પણ ભાજપના સિમ્બોલ ઉપર ધારાસભ્ય તરીકે રહ્યા છે અને અત્યારના અને પૂર્વ ધારાસભ્ય છે તેઓને પણ કમલમ બોલાવાયા છે. ભાજપમાં પ્રથમ વખત આ પ્રકારે પૂર્વ ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. કમલમ ઉપર સ્નેહમિલન જેવા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જોકે ભાજપ પોતે ગુજરાતમાં તેની સ્થિતિની સમીક્ષા પણ કરી શકે છે. મંગળવારે 8 ઓક્ટોબરના રોજ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દિવસે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા તે દિવસે તમામ ધારાસભ્યોને બોલાવાયા છે. 

પહેલીવાર રવિવારે કેબિનેટ બોલાવી
રવિવારે કેબિનેટની બેઠક બોલાવાતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. શું ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે! કેબિનેટની બેઠકમાં શું શું નિર્ણયો લેવાઈ શકે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. શું રવિવારે કોઇ મોટી જાહેરાત થશે તેને લઇને અનેક વાતો થઈ રહી છે. પરંતુ આ વાતો બધી પાયોવિહોણી છે. તમને જણાવી દઈએ કે રવિવારે બોલાવેલી કેબિનેટની બેઠક માટે સરકારે સચિવોને પણ હાલ કોઇ અજેન્ડા આપ્યો નથી. કેબિનેટ મંત્રીઓને પણ માત્ર રવિવારે હાજર રહેવા સુચના અપાઇ છે. સાથે જ કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગણીનો પણ સરકાર સ્વીકાર કરી શકે છે. 

મહત્વનું છે કે, બુધવારના બદલે રવિવારે બોલાવેલી કેબિનેટ બેઠકનો ઉદ્દેશ્ય આગામી અઠવાડિયે પીએમ મોદીના શાસનના 22 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારી ઉજવણી અને તેની તૈયારી માટે છે. પરંતું તેના બાદ કમલમથી પણ તેડું આવતા કંઈક મોટું થવાનું છે તેવી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. 

ગુજરાતમાં આગળ શું થઈ શકે છે 
રાજકીય સૂત્રો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તેની તૈયારી માટે આ તેડું આવ્યું હોઈ શકે છે. તો સાથે જ કેટલાક ભાજપના રાજ્ય સ્તરના હોદ્દાઓ અને નવી જવાબદારીઓ પણ કેટલાક નેતાઓને સોંપાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાવ વિધાનસભા બેઠક અને એક સૌરાષ્ટ્રની ખાલી પડેલી વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જેની તૈયારીના ભાગરૂપે પણ આ આયોજન હોઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news