જનતાના કરોડો ગયા પાણીમાં, વધુ એક સરકારી સેવાનું બાળમરણ, પ્લેનનો અનુભવ કરાવતી બસમાં પ્લેન ઊંધા દેખાવા લાગ્યા
Science City : સાયન્સ સિટીમાં પ્લેનનો અનુભવ કરાવતી સિમ્યુલેટર સાથે સજ્જ બસ મૂકવામાં આવી હતી... જેમા 10 દિવસમાં જ ઢગલાબંધ ટેકનિકલ ખામીઓ જોવા મળી
Ahmedabad News અમદાવાદ : અમદાવાદમાં સી પ્લેન ગયું, તે પાછું ન આવ્યું. હેલિકોપ્ટર રાઈડ બંધ થઈ, તે ફરી શરૂ ન થઈ. ત્યારે હવે વધુ એક પ્રોજેક્ટ બાળમરણ તરફ જવાના સંકેત દેખાઈ રહ્યાં છે. હજી 10 દિવસ પહેલા જ શરૂ કરાયેલી બસ સુવિધામાં મોટા લોચા સામે આવ્યા છે. સાયન્સ સિટીમાં મોટા ઉપાડે શરૂ કરાયેલી ખાસ પ્રકારની બસ સેવા 10 જ દિવસમાં ટાંઈ ટાંઈ ફીશ જેવી બની ગઈ છે. પ્લેનનો અનુભવ કરાવતી બસમાં હવે પ્લેન જ ઉંધા દેખાવા લાગ્યા છે. તેથી હજી 24 જુલાઈએ પ્રારંભ કરાયેલી આ બસ સેવાને હાલ પૂરતી બંધ કરાઈ છે. ત્યારે બસ માટે ખર્ચાયેલ 1.40 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે.
10 દિવસ પહેલા જ કરાયો હતો પ્રારંભ
અમદાવાદના સાયન્સ સીટી ખાતે પ્લેનનો અનુભવ કરાવવા સિમ્યુલેટર સાથે સજ્જ બસ મૂકવામાં આવી. 1.43 કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ એવિએશન વિભાગે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ તૈયાર કરાઈ. સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ એ કોકપિટમાં બેસવાનો અનુભવ આપે છે. મુલાકાતીઓ પ્લેનના ટેકઓફ, પ્લેન ઉડાવવાની તેમજ પ્લેનના લેન્ડિંગ કરવાની અનુભૂતિ કરી શકશે.
ગુજરાતીઓ જુઓ કેનેડામાં કેટલી બેકારી છે, એક યુવકે વીડિયો બનાવીને ખોલી અસલી પોલ
10 દિવસમાં જ બસમાં પ્લેન ઉંધા દેખાવા લાગ્યા
બસ સુવિધા શરૂ કરાયાના 10 દિવસમાં જ સિમ્યુલેટરના સોફ્ટવેરમાં યાંત્રિક ખામી સર્જાઈ છે. જોકે, આ સિમ્યુલેટર પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં અનેક ટેકનિકલ ખામી સાેમ આવી છે. સ્ટેટ એવિયેશનના ડાયરેક્ટર નિનિત સાંગવાને જણાવ્યું કે, આ બસ જે કંપનીએ બનાવી છે, તેનો સંપર્ક કરી રિપેર કરાવી આગામી સમયમાં ફરી શરૂ કરાશે.
બસમાં શુ ખામી છે
સિમ્યુલેટરમાં બેસવાની ખુરશી આગળ-પાછળ કે ઉપર-નીચે થતી નથી. હાઈડ્રોલિક ન હોવાથી સીટને આગળ પાછળ કરવી મેન્યુઅલ બોલ્ટની મદદથી કરવી પડે છે. સિમ્યુલેટર પર બેસનાર વ્યક્તિના બ્રેક સુધી પગ પહોંચતા નથી. સિમ્યુલેટર ડિસ્પ્લેની ઉપર સીટ નીચી રાખી હોવાથી ઘણી તકલીફ પડે છે. તો બસમાં પ્લેન ઊંઘા દેખાય છે.
વડતાલ મંદિરમાં શરૂ થયો ભવ્ય હિંડોળા મહોત્સવ, મંદિરના 200 વર્ષના ઈતિહાસને રજૂ કરાયો
સરકાર, જનતાને આવી બસોની જરૂર નથી, મોંઘવારીમાં રાહત મળે તેની જરૂર છે
સરકારનું પ્લાનિંગ રાજ્યના જુદા જુદા પ્રવાસન સ્થળોએ પણ મુલાકાતીઓ માટે સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ મૂકવામાં આવશે તેવુ છે. જો પહેલો જ પ્રોજેક્ટ ફેલ ગયો છે, તો પછી આ યોજનામાં કરોડો ખર્ચવાનો શું મતલબ. નાગરિકોને મોંઘવારીમાં રાહત મળે તે હાલ જરૂરી છે. બેરોજગારી દૂર થાય છે તે જરૂરી છે. તેને બદલે આવી બસો પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરવા કેટલા યોગ્ય.
આખા દેશમાં આ ગુજરાતી ખેડૂતનો ડંકો વાગે છે, કપાસની ખેતીમાં તેની તોલે કોઈ ન આવે