આગ લાગ્યા બાદ જ સરકાર કૂવો ખોદવા નીકળે છે, સુરત આગકાંડમાં પણ એવુ જ થયું હતું
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો અને રાજ્યની બીજી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાશે. હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) માં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધરાશે. તેમજ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપી દેવાઈ છે. પરંતુ જમીની હકીકત એ છે કે, સરકાર આગ લાગ્યા પછી જ કૂવો ખોદવા નીકળે છે. સુરતમાં તક્ષશિલા આગકાંડ પણ આવુ જ થયું હતું. પરંતુ સરકાર સુરતની ઘટનાથી કોઈ બોધપાઠ લઈ શકી નથી. ગુજરાતમાં સંખ્યાબંધ ઈમારતો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી. આ ઈમારતો ફાયર સેફ્ટી વગર ધમધમે છે. સુરત અગ્નિકાંડ (surat fire tragedy) બાદ પણ આવી જ રીતે ચેકિંગના આદેશો અપાયા હતા. સરકારની આવી જ બેદરકારીને કારણે એક વર્ષ પહેલા 22 માસુમો જીવતા ભૂંજાયા હતા, અને આજે 8 કોરોનાના દર્દીઓને આગની જ્વાળામાં લપેટાયા બાદ મોતના મુખમાં ગયા છે. પરંતુ સવાલ એ છે કે, ક્યારે તંત્ર જાગશે. તંત્રની આંખ ખોલવા માટે આવી ઘટના બનતી રહેવી જોઈએ? ઘટનાઓ બાદ સરકારી બાબુઓ પાછા આળસ મરોડીને ખુરશી પર બેસી જાય છે. જો સમયાંતરે આ બાબતે ચેકિંગ કરવામાં આવે તો ગુજરાત દર વર્ષે આવી ઘટનાઓનું સાક્ષી નહિ બને.
હિતલ પારેખ/ગાંધીનગર :અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો અને રાજ્યની બીજી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાશે. હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) માં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધરાશે. તેમજ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપી દેવાઈ છે. પરંતુ જમીની હકીકત એ છે કે, સરકાર આગ લાગ્યા પછી જ કૂવો ખોદવા નીકળે છે. સુરતમાં તક્ષશિલા આગકાંડ પણ આવુ જ થયું હતું. પરંતુ સરકાર સુરતની ઘટનાથી કોઈ બોધપાઠ લઈ શકી નથી. ગુજરાતમાં સંખ્યાબંધ ઈમારતો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી. આ ઈમારતો ફાયર સેફ્ટી વગર ધમધમે છે. સુરત અગ્નિકાંડ (surat fire tragedy) બાદ પણ આવી જ રીતે ચેકિંગના આદેશો અપાયા હતા. સરકારની આવી જ બેદરકારીને કારણે એક વર્ષ પહેલા 22 માસુમો જીવતા ભૂંજાયા હતા, અને આજે 8 કોરોનાના દર્દીઓને આગની જ્વાળામાં લપેટાયા બાદ મોતના મુખમાં ગયા છે. પરંતુ સવાલ એ છે કે, ક્યારે તંત્ર જાગશે. તંત્રની આંખ ખોલવા માટે આવી ઘટના બનતી રહેવી જોઈએ? ઘટનાઓ બાદ સરકારી બાબુઓ પાછા આળસ મરોડીને ખુરશી પર બેસી જાય છે. જો સમયાંતરે આ બાબતે ચેકિંગ કરવામાં આવે તો ગુજરાત દર વર્ષે આવી ઘટનાઓનું સાક્ષી નહિ બને.
શ્રેય હોસ્પિટલ પાસે પણ ફાયર વિભાગનું એનઓનસી ન હતું, છતાં હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર થઈ રહી હતી. શ્રેય હોસ્પિટલમાં આગકાંડ બાદ ગુજરાતના અનેક શહેરો સફાળા જાગ્યા છે. સુરત, વડોદરા, ભાવનગર જેવા શહેરોમાં ચેકિંગના આદેશો અપાયા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓને હવે મોડેમોડે રહીને એનઓનસી યાદ આવી રહી છે.
અમદાવાદ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના પગલે ગાંધીનગર મેયરે પણ મહાનગરપાલિકા અંતર્ગત આવતી તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના ચેકિંગ માટેના આદેશો કર્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં આવેલી તમામ હોસ્પિટલોને ચેકિંગ કરવા તાકીદ કરાઈ છે. જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તો તાત્કાલિક પગલાં ભરવા સૂચના આપી છે.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ વડોદરામાં ફાયર ચીફ ઓફિસરે તમામ હોસ્પિટલમાં તપાસ શરૂ કરાવી છે. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે, ગોત્રી કોવિડ હોસ્પિટલે ફાયર એનઓસી રિન્યુ નથી કરાવી.
સયાજી હોસ્પિટલની નવી બિલ્ડિંગની ફાયરની એનઓસી નથી. ગોત્રી અને સયાજી હોસ્પિટલને નોટિસ અપાશે. જે ખાનગી હોસ્પિટલ પાસે એનઓસી નહિ હોય તેમને પણ નોટિસ અપાશે.
અમદાવાદ આગ દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ પણ મોડેમોડે જાગ્યું છે. આજે તાત્કાલિક ઇમરજન્સી મીટીંગ બોલાવાઈ છે. તમામ ફાયર ઓફિસર અને ટેક્નિકલ સ્ટાફ સાથે મીટિંગ ગોઠવાઈ છે. જે કોવિડ હોસ્પિટલમાં ફાયરના સાધનો ન હોય ત્યાં તાત્કાલિક નોટિસ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર