સરકારની મહેનત ગઈ પાણીમાં, ગુજરાતીમાં એન્જિનિયરીંગ કરવામાં માત્ર એક વિદ્યાર્થીએ જ રસ દાખવ્યો
Engineering Admission : ગુજરાતી ભાષામાં ઈજનેરીના વિષયો ભણાવવાની સરકારની પહેલને મોળો પ્રતિસાદ.. GTU હસ્તકની કોલેજમાં માત્ર એક વિદ્યાર્થીએ લીધો પ્રવેશ... અનેક પ્રયાસ છતાં વિદ્યાર્થીઓને નથી ગુજરાતીમાં ઈજનેરી ભણવામાં રસ
Gujarat News અતુલ તિવારી/અમદાવાદ : આપણે ભલે ગુજરાતી હોવાનું ગર્વ લઈએ, પરંતું હકીકત તો એ છે કે ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં ભણવામાં રસ નથી. સરકારે ગુજરાતી ભાષામાં એન્જીનિયરીંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. પરંતું જમીની હકીકત એવી છે કે, ગુજરાતી ભાષામાં એન્જીનીયરીંગ માટે માત્ર એક જ વિદ્યાર્થીએ રસ દાખવ્યો છે. GTU હસ્તક આવેલી જીપેરી કોલેજમાં માત્ર એક વિદ્યાર્થીએ ગુજરાતીમાં એન્જીનીયરીંગ કરવા રસ દાખવ્યો
GTU દ્વારા એન્જીનીયરીંગનો અભ્યાસ ગુજરાતીમાં થઈ શકે એ હેતુથી અભ્યાસક્રમ ગુજરાતીમાં તૈયાર કરાયો હતો. મહેસાણામાં આવેલી જીપેરી ખાતે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર વિષયમાં એન્જીનીયરીંગ ગુજરાતી ભાષામાં થઈ શકે એ માટે અભ્યાસક્રમ શરૂ થયો હતો. પરંતુ હાલના તબક્કે ગુજરાતીમાં મિકેનિકલ એન્જીનીયરીંગ કરવા માત્ર 1 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. જીપેરીમાં જુદી જુદી ચાર ફેકલ્ટીમાં 60 - 60 એમ કુલ 240 બેઠકો ઉપલબ્ધ કરાવાઈ છે.
કેનેડા સીધી રીતે જવા ન મળે તો આ રીતે જવું, અમદાવાદમાં પકડાયું મોટું કૌભાંડ
આ વિશે જીટીયુના રજિસ્ટ્રાર કેએન ખૈરે જણાવ્યું કે, એન્જીનીયરીંગનો ગુજરાતીમાં અભ્યાસક્રમ તૈયાર કરવા એક્સપર્ટ કમિટી રચવાથી માંડી ટ્રાન્સલેશન તેમજ પ્રિન્ટિંગ સહિત લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે. GTU ની કોલેજના આચાર્ય તેમજ અધ્યાપકો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલા સેમિનારનું પરિણામ શૂન્ય મળ્યું છે.
પ્રોપર્ટી ખરીદવાના કે વેચવાના છો તો આ નિયમ પર ધ્યાન આપજો, નહિ તો બાદમાં પસ્તાશો
વરસાદી વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું, આજથી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી